સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે. 

સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે. 

તો સુશાંતની અંતિમ ફિલ્મ દિલ બેચારા આ મહિને 24 જુલાઈના રોજ  OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે લીડ રોલમાં એક્ટ્રેસ સંજના સાંઘી નજર આવશે. જે સુશાંતના નિધનથી બહુ જ દુખી છે. કદાચ આ માટે જ તેણે મોટો નિર્ણય લીધો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી પોતાના ફેન્સને જણાવ્યું છે કે, તે મુંબઈ છોડીને જઈ રહી છે, પરત ફરી શકે છે કે ન પણ ફરે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સંજનાની મુંબઈ પોલીસે લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેણે સુશાંત સાથે જોડાયેલી અનેક બાબતો પોલીસને જણાવી હતી. 

સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#DilBecharaOnAnyScreen A personal note: Aaj kal, ek alag nazariye se sab kuch dekhne ki koshish kar rahi hoon, socha aap sab ke saath bhi thodi baat kar loon. Iss samay, dard kaafi hai. Aur badhate nahi hai na? Yeh sab akele karna, mushkil kaafi hai. Apne aap ko, iss zidd se, riha kar dete hai na? In mushkilon, ko thoda asaan kar dete hai na. Let’s make this a time to celebrate a legendary life, a film? A time to give a tribute, to embrace these extremely challenging circumstances we all are in. And not a time to revolt, asking for something that in our present reality cannot be made possible. Bloockbuster banani hai, toh apke pyaar se hi ban jayegi!❤️Hamesha Box office ki zarurat toh nahi hain na? Let NOT make it about the size of the screen we get to watch this labour of love on, his last, and in my humble belief, his finest. Let’s instead make it about the size of our hearts, that we can make as big as we wish to, and fill up with as much love, joy and pride as we want. Let’s cherish it. Relish it. Celebrate it. In any and every way we can? Socha agar moral support hee dena hai, toh shayad #DilBecharaOnAnyScreen ki thaan lo? ✅ Aur #DilBecharaOnBigScreen ko abhi ke liye, bhool jao? Aur jahan rahi intezaar karne ki baat. Intezaar toh mahino se kar rahe hain, taqleefon se guzar rahe hain. Ab film dekhne ka time, aur yaadon mein beh jaane ka time, aa gaya hai. Itna pyaar hai aapke paas dene ke liye, bas unconditionally de do? Dukh bahut zyaada hai, thodi si khushi ka mauka hee de do na. 🙏 . . . #SushantSinghRajput Thank you for helping me put this together @hubhopperofficial

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

સંજનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ખુદા હાફીઝ, મુંબઈ. 4 મહિના બાદ તમારા દર્શન થયા. હું જઈ રહી છું દિલ્હી પરત. તમારા રસ્તા થોડા અલગ જેવા લાગ્યા, સુનસાન હતી, કદાચ મારા દિલમાં જે દુખ છે, મારા નજરિયાને બદલી રહ્યું છે. કે કદાચ હાલ હું થોડી દુખમાં છું. જલ્દી જ, કે પછી કદાચ નહિ. આ ઉપરાંત તેઓએ વીડિયોની સાથે એક પર્સનલ નોટ પણ શેર કરી છે. જે બહુ જ ભાવુક કરી દેનારી છે.

આ પર્સનલ નોટમાં તે લખે છે કે, આજકાલ, એક અલગ નજરિયાથી બધુ જોવાનો પ્રયાસ કરી રહી છું. વિચાર્યું કે તમારા બધા સાથે વાત કરી લઉં. આ સમયે દર્દ વધું છે. આ બધુ એકલા કરવું મુશ્કેલ છે. તો પછી પોતાની જાતને આ જિદમાંથી મુક્તિ આપી દઈએ. આ મુશ્કેલીને થોડી સરળ કરી દઉં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news