Gujarat Congress : આજથી વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થઈ છે. ગુજરાતની વિધાનસભા પૂરી રીતે ડિજીટલ બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કાર્યક્રમનું શરૂઆતમાં વિધાનસભામાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. પરંતુ ઈ-વિધાનસભાના શુભારંભમાં પણ કોંગ્રેસને વિરોધ યાદ આવ્યો હતો. મુખ્યમંત્રીનું સ્વાગત કરવાનું કોંગ્રેસે ટાળ્યું હતું. અમિત ચાવડાને સ્વાગત માટે આમંત્રણ અપાયું હતું. પરંતું અમિત ચાવડાએ માત્ર બેઠાં બેઠાં બે હાથ જોડ્યા હતા. આમ, મુખ્યમંત્રીના સ્વાગતમાં અમિત ચાવડા ના જોડાયા. તેમજ કોંગ્રેસના શૈલેષ પરમારે પણ સ્વાગતનો ઈન્કાર કર્યો હતો. સંસદીય કાર્ય મહોદયના સ્વાગત માટે શૈલેષ પરમારને આમંત્રણ આપ્યું હતું. 
  
આજે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગત માટે અમિત ચાવડાને આમંત્રણ અપાયું હતું. અમિત ચાવડાએ બેઠાં બેઠાં હાથ જોડ્યા હતા, પરંતુ સ્વાગત કરવામાં જોડાયા ન હતા. તો સાથે જ કોંગ્રેસના શૈલેષ પરમારે પણ સ્વાગત કરવાનો ઈન્કાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોડિયાર માતા પર વિવાદિત ટિપ્પણીથી ખોડલધામ અકળાયું, સ્વામીને આપી કડક શબ્દોમાં ચેતવણી


સ્વાગત ન કરવાનું કારણ જણાવ્યું 
ત્યારે વિધાનસભા ગૃહમાં સ્વાગત ના કરવા મુદ્દે અમિત ચાવડાએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત હોય ત્યારે આ સરકારના ઇશારે દલાલી કરતી પોલીસે અપહરણ કર્યું છે. કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના 3 સભ્યોને સરકારની દલાલી કરતી પોલીસ ઉઠાવી ગઈ છે. ગઈકાલે ભાવનગરના સિહોરમાં પણ આવો બનાવ બન્યો છે. ગૃહમાં રાષ્ટ્રપતિને રજુઆત માટે કહ્યું, જોકે સ્પીકરે ગૃહની ગરીમા જાળવવાની વિનંતી કરતાં અમે રજુઆત ન કરી. રાષ્ટ્રપતિને મળવાનો અમે લેખિતમાં સમય માંગ્યો છે. વિધાનસભામાં લોકશાહીના ગુણગાન ગાવાના અને બહાર લોકશાહીની હત્યા કરવાની છે. લોકશાહીની હત્યા થતી હોય ત્યારે વિપક્ષ મુખ્યમંત્રીનું સન્માન ના કરી શકે. 


બ્રેકિંગ ન્યૂઝ : રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીના મોત, મથુરા જઈ રહ્યા હતા