ખોડિયાર માતા પર વિવાદિત ટિપ્પણીથી ખોડલધામ અકળાયું, સ્વામીને આપી કડક શબ્દોમાં ચેતવણી
Swaminarayn : વધુ એક સ્વામીનારાયણ સ્વામીનું ખોડિયાર માતાજી પ્રત્યે બફાટ... બ્રહ્મસ્વરૂપ સ્વામીની માઁ ખોડિયાર ઉપર વિવાદિત ટિપ્પણીથી ભક્તો ગુસ્સે થયા
Trending Photos
Khodaldham : સ્વામીનારાયણ સંતોના વિવાદાસ્પદ નિવેદનો હવે ચર્ચા જગાવી રહ્યાં છે. સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં વધુ એક સ્વામીનારાયણ સ્વામીનો બફાટ સામે આવ્યો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી કરતા ખોડલધામથી વિરોધનો સૂર ઉઠ્યો છે. ખોડલધામે કહ્યું કે, આ પ્રકારની વિવાદિત ટિપ્પણી નહિ ચલાવી લેવાય.
બ્રહ્મસ્વરૂપ સ્વામીની વિવાદિત ટિપ્પણી
વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ આપણા ભગત થયા એટલે તેમન કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મુક્તા જ નથી પણ મુકી દેવા પડે છે કેમ કે કુળદેવી નારાજ થાઈ જશે, નારાજ ના થાય એટલે પગે લાગે. બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
ખોડલધામે આપી ચેતવણી
લાખો પરિવારોના સદીઓથી કુળદેવી જોગમાયા ખોડિયાર માતાજી વિશે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો છે. જેથી ભક્તોની લાગણી દુખાઈ છે. બ્રહ્મસ્વરૂપના બફાટ સામે ખોડલધામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેઉઆ પાટીદારોના આસ્થા કેન્દ્રએ જણાવ્યું કે, ભક્તોની લાગણી દુભાઈ છે, માટેલ મંદિરે સ્વામી પાસે માફીની માંગ કરી છે.
ખોડલધામ ટ્રસ્ટે ગઈકાલે બેઠક કરી હતી, જેના બાદ નિવેદન જાહેર કરાયું કે, ખોડલ મા પ્રત્યે સર્વ સમાજના લોકો આસ્થા ધરાવે છે. ત્યારે આવી વિવાદિત ટિપ્પણીથી ભક્તોની લાગણી દુભાય છે. તેથી ભવિષ્યમાં આવી કોઈ પ્રકારની ટિપ્પણી કરવામાં ન આવે. આ માટે મોટલ ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું કે, આ પ્રકારના નિવેદન ખોટું અને હીનકક્ષાનું છે. તેનાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ પ્રસરે છે. તેથી બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી 10 દિવસમાં માફી નહિ માંગે તો તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરીશું.
માટેલધામ દ્વારા માતાજીના ભક્તોએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન આપીને સ્વામી માફી માંગે તેવી માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે