ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કોંગ્રેસે નીમેલા ઇન્ચાર્જ સાથે રાજીવ સાતવ બેઠક કરશે અને ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરશે. આ તમામ 8 બેઠકો પર ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપશે. ત્યારબાદ ઉમેદવારની પેનલ દિલ્હી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી કાર્યકરોની અટકાયત


જો કે, આવતીકાલ સવારે 11 કલાકે કોંગ્રેસ ભવન ખાતે વન ટુ વન બેઠક યોજાશે. ત્યારબાદ બુધવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે. જેમાં 6 મહાનગર પાલિકા, 31 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર