Banaskantha અલકેશ રાવ/બનાસકાંઠા : કોંગ્રેસના સિનિયર નેતાઓના ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે. તેઓ વાવાઝોડાથી પ્રભાવિત પીડિતોની વ્યથા સાંભળશે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી આજે બનાસકાંઠા અને પાટણમાં થયેલી અતિવૃષ્ટિમાં લોકોની મુલાકાતે હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ વિશે મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ છોડી જતા લોકો મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમા જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે. કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જોયુ છે. પરંતું ભાજપમાં જઈને તેમની મહેચ્છા પૂરી થતી નથી. માત્ર ચૂંટણી પૂરતો જ તેમનો ઉપયોગ કરાય છે. ચૂંટણી પછી જે જે લોકો ગયા છે તેમની શુ દશા થાય છે તે પણ આપણે જોયું છે.


રંગીન મિજાજી નેતાને પારકી સ્ત્રી સાથે થયો પ્રેમ, પત્નીએ જે ખોલી પતિના લફરાની પોલ


તેમણે કેવા લોકો કોંગ્રેસમાં જાય છે તે વિશે કહ્યું કે, બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુનાઓ દાખલ થયા હોય. અને ત્રીજા એવા લોકો જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરીને ભાજપમાં જાય છે,


ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : અંબાલાલ પટેલે જુલાઈ મહિના માટે કરી આગાહી


જગદીશ ઠાકોરે ભાજપ વિશે કહ્યું કે, જે દિવસે ભાજપમાં રહેતો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે. 


ગુજરાતની આ વાવ પાસેથી જો ગર્ભવતી મહિલા પસાર થાય તો પાપ ગણાય, માતાજી સપનામાં આવે છે


જાદુ જેવુ છે ગુજરાતનું આ મંદિર, બાબા અમરનાથની જેમ ગુફામાં બિરાજમાન છે મહાદેવ