ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા જ કોંગ્રેસ તૂટી છે. સડસડાટ આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ (Gujarat congress) ના ધારાસભ્યો એકબીજાને શંકાની નજરેથી જોવા લાગ્યા છે. હવે કોણ ફૂટશે તેવી અંદરખાને કાનાફૂસી થઈ ગઈ છે. કોંગ્રેસ તૂટવાની વાત કરીએ તો, ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. લિસ્ટ ગણીએ તો લાંબુલચક છે, જે બતાવે છે કે કોંગ્રેસનું મોવડી મંડળ પોતાના ધારાસભ્યોને સાચવવામાં અસફળ રહ્યું છે. જેનો લાભ ભાજપ લઈ જાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આંતરિક વિખવાદને કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતુ ગયું અને 65ના સંખ્યાબળ પર આવીને ઉભું રહી ગયું છે.  


આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017 વિધાનસભા ચૂંટણી પછી રાજીનામા આપનાર કોંગ્રેસના ધારાસભ્યો 


  • કુંવરજી બાવળીયા - જસદણ 

  • જવાહર ચાવડા - માણાવદર 

  • અલ્પેશ ઠાકોર - રાધનપુર 

  • ધવલસિંહ ઝાલા - બાયડ 

  • પુરુષોત્તમ સાબરીયા - ધ્રાગધ્રા

  • જે વી કાંકડિયા - ધારી

  • સોમાભાઇ ગાંડા - લિંમડી 

  • પ્રવિણભાઇ મારુ - ગઢડા

  • પદ્મનસિંહ જાડેજા - અબડાસા 

  • મંગળ ગામીત - ડાંગ

  • બિજેશ મેરજા - મોરબી

  • જીતુ ચૌધરી - કપરાડા

  • અક્ષય પટેલ - કરજણ

  • આશાબહેન પટેલ - ઊંઝા

  • વલ્લભાઇ ધારિયા - જામનગર ગ્રામ્ય


કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠક પર યોજાયેલ પેટાચુંટણી અને તેના પરિમાણ 


  • કુંવરજી બાવળીયા - જસદણ - ભાજપ

  • જવાહર ચાવડા - માણાવદર - ભાજપ

  • પુરુષોત્તમ સાબરીયા - ધ્રાગ્રધ્રા - ભાજપ

  • આશા પટેલ - ઊંઝા - ભાજપ

  • અલ્પેશ ઠાકોર - રાધનપુર રાજીનામા આપતા ખાલી થયેલ બેઠક પર કોંગ્રેસ રઘુ દેસાઇનો વિજય

  • ધવલસિંહ ઝાલા - બાયડની ખાલી પડેલ બેઠક પર કોંગ્રેસના જસુભાઇ પટેલની જીત

  • વલ્લભાઇ ધારિયાના બેઠક જામનગર ગ્રામ્ય પર ભાજપે રાઘવજી પટેલનો વિજય



આ સિવાય ભાજપાના ત્રણ ધારાસભ્ય અને એક અપક્ષના ધારાસભ્ય લોકસભાની ચુટંણી લડતાં તે બેઠકો ખાલી પડી હતી. તે ચાર બેઠકોનું પરિણામ


  • પરબત પટેલે રાજીનામું આપતાં થરાદ બેઠક ખાલી પડી હતી, જ્યાં કોંગ્રેસના ગુલાબસિહ રાજપુત વિજય બન્યા.

  • ખેરાલુ બેઠક પરથી ભરતસિંહ ડાભીએ રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી, જ્યાં ભાજપના અજમલજી ઠાકોરનો થયો વિજય

  • લુણાવાડા બેઠક પરથી અપક્ષ રતનસિંહએ રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠક પર ભાજપાના જિગ્નેશ સેવકનો થયો વિજય

  • હસમુખ પટેલે અમરાઇવાડી બેઠક પરથી રાજીનામું આપતાં યોજાયેલ પેટા ચુંટણીમાં ભાજપાના જગદીશ પટેલનો થયો વિજય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર