ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચે તેવો ઠરાવ કરવામાં આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું


ગુજરાતી લોકસભાની 26 બેઠકો બીજી વાર હાર્યા બાદ મળેલી પ્રથમ કારોબારીમાં હારના કારણો અંગે ચર્ચા થઈ હતી. પક્ષના હોદ્દેદારો અને ટોચના નેતાઓએ હાર તો સ્વીકારી, પણ હારની ના સ્વીકારી શક્યા અને અંતે ઈવીએમ પર હારનું ઠીકરું ફોડ્યું અને તે અંગે સંશોધન કરવાની બેઠકમાં ચર્ચા થઈ. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, કોંગ્રેસ લોકો પાસે જવાનું ભૂલી ગઈ છે.


વાલીઓની કમર તોડે તેવો પુસ્તકોમાં ભાવ વધારો, સંતાનોને ભણાવે કેવી રીતે?


આ બે કારણોથી ગુજરાતની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાઈ શકે છે


આ કારોબારીની બેઠકમાં કુલ પાંચ ઠરાવો પસાર કરવામાં આવ્યા. રાહુલ ગાંધી એઆઇસીસીના અધ્યક્ષ તરીકે યથાવત રહે અને કાર્યકરોએ માર્ગદર્શન આપે તે અંગેનો ઠરાવ બેઠકમાં પસાર કરાયો. આજની કારોબારીમાં સુરતની ઘટનામાં જીવ ગુમાવનારા બાળકો માટે શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી. સુરતમાં જે ઘટના ઘટી તેવી ઘટના રાજ્યના અન્ય જગ્યાએ ન બંને તે માટે કોગ્રેસ જનતા રેડ કરશે અને આંદોલનાત્મક ક્રાર્યક્રમ આપશે તેવો ઠરાવ પસાર કરાયો. સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસ સરદાર પટેલ મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના માર્ગે સંઘર્ષ ચાલું રાખશેનો પણ ઠરાવ પસાર કરાયો. 


વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી


અમિત ચાવડાએ કહ્યું કે, અછતની સ્થિતિ, પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. સમસ્યાનું નિવારણ કરવા ઠરાવ કર્યો છે. પ્રજ્ઞા ઠાકુર ગોડસેને દેશ ભક્ત કહે. ગુજરાતમાં ગોડસેને જન્મ દિવસ ઉજવાય.  ગોડસેના વિચારધારાના વાહકો ગાંધીની વિચારધારાને ખતમ કરવા નીકળ્યાં છે, જે દેશ માટે નુકસાનકારક છે. 


આમ, પાંચ ઠરાવો અને પરિણામો સામે શંકા સાથે કોંગ્રેસની કારોબારીની બેઠક આજે પૂરી થઈ હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે પગલા લેવાનો નિર્ણય કરાયો. પ્રજા વચ્ચે જઇ આંદોલન કરવાની વાત થઇ જોકે તેનું અમલીકરણ ક્યારે થશે તે યક્ષ પ્રશ્ન છે.