ગેનીબેન તમે ભાજપમાં જશો કે નહિ? પક્ષપલટાની મોસમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યો આ જવાબ
Congress MLA Geniben Thakor: કોંગ્રેસમાં પક્ષપલટાની ચાલી રહેલી મોસમમાં શું ગેનીબેન ઠાકોર ભાજપમાં જશે કે નહિ તે વિશે તેમણે કર્યો ખુલાસો
Gujarat Congress MLA Resignation Row : લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો તોડવા ઓફિશિયલી ટીમ બનાવી છે. જેમાં ભરત બોઘરા કેપ્ટન છે. તેમની આગેવાનીમા કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવા મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મોટી વાત કરી હતી છે. ગેનીબેને ઠાકોરે કહ્યું કે, ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે. ભાજપ ક્રેડિટ ગુમાવી ચૂકી છે એટલે કોંગ્રેસના લોકોને લઈ જઈ કોંગ્રેસની ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતે છે. ભાજપ કહે છે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે.
મારી કોઈ નોકરી કે ફાઈલો ચાલતી નથી
સાથે જ ગેનીબેને પોતે ભાજપમાં ન જોડાવા મામલે પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મારે કોઈ નોકરી કે ફાઈલો ચાલતી નથી, ભૂતકાળમાં પ્રયાસ કરી ચુક્યા છે હજુ કરવા હોય તો મારી ના નથી. જે ધારાસભ્ય ભાજપમા ગયા છે એ પ્રજાના કામ કરે એવી અપેક્ષા છે. ગેનીબેન ક્યારેય ભાજપમા નહિ જોડાય, ભૂતકાળમાં ભાજપ પ્રયત્નો કરી ચૂક્યું છે. આમ, ગેનીબેને લોકસભાની ચૂંટણી લડવાને મામલે નિર્ણય પોતાની પાર્ટી પર છોડ્યો.
ઓપરેશન લોટસઃ વિધાનસભામાં કોંગ્રેસને એક આંકડામાં લાવી દેવાનો ભાજપનો વ્યુહ સફળ થશે?
આ પહેલા પણ ગેનીબેનના ભાજપમાં જોડાવાની ચર્ચા ઉઠી હતી
ગત વર્ષે બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું હતું. જેના બાદ ગેનીબેનની ભાજપમાં જવાની ચર્ચાને તેઓએ અફવા ગણાવી હતી. તેઓએ આ વાતને નકારી કાઢી હતી. મોડી સાંજે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યાં છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું,વાવનો વટ મારી જનતા છે,દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે… જય હો કોંગ્રેસ…
પત્ની કોર્પોરેટર તો પતિ પાવરમાં, AMC ના સ્ટાફને રૂમમાં લોક કરી સ્ટોરને તાળું માર્યું
કોંગ્રેસનું સંખ્યાબળ 15 નું બચ્યું
કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું લક્ષ્ય તો જ્યારે પૂર્ણ થાય ત્યારે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમુક્ત વિધાનસભાના લક્ષ્ય પ્રત્યે ગુજરાત પ્રદેશ ભાજપ મક્કમતાથી આગળ વધી રહ્યો જણાય છે. રાજકોટના કોંગ્રેસ અગ્રણી અર્જુન ખાટસરિયા, ધારાસભ્ય ચિરાગ પટેલ પછી વરિષ્ઠ નેતા અને વીજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા કોંગ્રેસને રામ-રામ કરી ચૂક્યા છે અને હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ આવતાં અઠવાડિયે નવાજૂની કરશે એ નિશ્ચિત ગણાય છે. એ સંજોગોમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાની હેઠળ ઓપરેશન લોટસ લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા એક આંકડામાં લાવી દે તો પણ નવાઈ નહિ.
ફૂડ બનાવનારે ‘ફૂલ’ બનાવ્યા : 30 વર્ષનો આપ્યો કોન્ટ્રાક્ટ, નિયમોનો ઉલાળિયો કર્યો
ડો. ભરત બોઘરાએ ગુજરાતના દરેક પ્રદેશમાં વગ ધરાવતા નેતાઓની એક ટીમ બનાવી છે અને દરેક નેતાને બબ્બે જિલ્લા સોંપવામાં આવ્યા છે. આ રીતે તેમણે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ક્યા નેતા ભાજપમાં પ્રવેશ માટે આતુર છે તેની યાદી તૈયાર કરી છે. ઉપરાંત, આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠક પાંચ લાખથી વધુ સરસાઈથી જીતવાના લક્ષ્યાંકને અનુરુપ જ્ઞાતિ સમીકરણો મુજબ ક્યા નેતાની જરૂર છે તેની પણ એક અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. જે નેતાની ભાજપને જરૂર છે તેમને વળતર તરીકે હોદ્દો આપવાનો અને એ સિવાયના નેતાઓને વચનો આપીને કે તેમના કામ પૂરા કરવાની ખાતરી આપીને ભાજપમાં લાવવા આ રણનીતિ હેઠળ બોઘરાની ટીમ આક્રમકતાથી કાર્યરત થઈ ચૂકી છે. ચિરાગ પટેલ અને સી.જે. ચાવડાની વિદાય પછી હાલમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૫ જેટલી છે. હજુ પાંચ ધારાસભ્યો તોડીને વિધાનસભામાં કોંગ્રેસની સભ્યસંખ્યા જો એક આંકડે લાવવામાં ભાજપને સફળતા મળશે તો એ અભૂતપૂર્વ ગણાશે.
હું તો લડીશ! અહેમદ પટેલના પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ડખા, હવે કોંગ્રેસ ભરાઈ