હું તો લડીશ! અહેમદ પટેલના પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ડખા, હવે કોંગ્રેસ ભરાઈ

Lok Sabha Election 2024 : ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે એહમદ પટેલના પુત્ર  ફૈઝલ પટેલની તસ્વીર સાથે "હું તો લડીશ" ના સ્લોગન સાથેના લાગ્યા બેનર.....અહમદ પટેલના પુત્રી મુમતાઝે પણ કોંગ્રેસમાંથી લડવાની કરી છે  જાહેરાત ..ચૈતર વસાવા પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની કરી છે જાહેરાત 
 

હું તો લડીશ! અહેમદ પટેલના પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ડખા, હવે કોંગ્રેસ ભરાઈ

Bharuch Loksabha : ભરૂચમાં લાગેલા એક બેનરથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના બેનરથી ચર્ચા ઉઠી છે. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે મરહૂમ એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની તસ્વીર સાથે "હું તો લડીશ" ના સ્લોગન સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો છે. હજી થોડા સમય પહેલા જ અહમદ પટેલના પુત્રી મુમતાઝે પણ કોંગ્રેસમાંથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફૈઝલ પટેલના બેનરથી પરિવારમાં બે ભાગ પડ્યા હોય તેવું લાગે છે. બીજી તરફ ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી રાજ્યની ફક્ત આ એક જ બેઠક માંગી રહી છે. ત્યારે ભરૂચ બેઠક હોટ બેઠક બની રહી છે. જોકે, હજી તો બેઠકના દાવેદાર વિશે કંઈ નક્કી નથી, તેમાં ભાઈ-બહેન વચ્ચે ડખા શરૂ થયા છે. 

અહેમદ પટેલના દીકરા દીકરી વચ્ચે બેઠક માટે જંગ
લોકસભાની ચૂંટણીને હજી વાર છે. પરંતુ અત્યારથી જ ટિકિટ માટે નેતાઓમાં હોડ લાગી ગઈ છે. દરેક નેતા પોતાને ટિકિટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. કારણ કે, આ બેઠક માટે એક સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં લડાઈ છે. ત્યારે હવે અહેમદ પટેલના દીકરા દીકરી વચ્ચે આ બેઠક માટે જંગ શરૂ થઈ ગઈ છે. 

ભરૂચના રસ્તાઓ પર ફૈઝલનું બોર્ડ
ભરૂચના જાહેર માર્ગે પર એક બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરમાં માત્ર “હું તો લડીશ – ફૈઝલ અહેમદ પટેલ” લખેલું છે. તો સવાલ એ છે કે, આ બેઠક પરથી જો ફૈઝલ પટેલ ચૂંટણી લડશે તો મુમતાઝ પટેલનું શું થશે, જેઓએ થોડા સમય પહેલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભરૂચની બેઠક અહેમદ પટેલના પરિવારમાં વિવાદ જગાવી રહી છે. કારણ કે, ફૈઝલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. તેથી તેઓ કયા પક્ષથી ચૂંટણી લડશે તે મોટો સવાલ છે. 

ફૈઝલ પટેલે પાટીલ સાથે કરી હતી મુલાકાત
ફૈઝલ પટેલે ગત વર્ષે જૂન મહિનામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ  સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર પાટીલ સાથેની મુલાકાતના ફોટા ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) પર શેર કર્યા હતા. તો ચૈતર વસાવા પણ આ બેઠક પર આમ આદમી પાર્ટીના દાવેદાર છે. તો મનસુખ વસાવા પણ ભાજપમાંથી છે. જોકે, ભાજપ કોને ટિકિટ આપે છે તે તો સમય આવ્યે જ ખબર પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news