અલ્કેશ રાવ/બનાસકાંઠા: નેતાઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણીઓની સીઝન આવી ચૂકી છે. ગઈકાલે (સોમવારે) દિયોદર ખાતે કોંગ્રેસના જન જાગરણ અભિયાન અને સ્નેહમિલનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. દિયોદર (banaskantha diyodar) માં કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન (congress janjagaran abhiyan) અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિવાદિત નિવેદનો માટે જાણીતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવાર જણાવ્યું હતું કે કોંગ્રેસને જીતાડવા જો મારી સીટ પર બીજો કાબીલત ઉમેદવાર હશે તો હું મારી સીટ છોડવા તૈયાર છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા દિયોદર ખાતે સોમવારે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ ને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને જીતાડવા જો મારી સીટ પર મારા કરતા બીજો કાબેલિયત ઉમેદવાર હશે તો હું મારી સીટ છોડવા તૈયાર છું, આપણે કોંગ્રેસ જીતાડવાની છે..આવનાર ચૂંટણીમાં કોંગ્રેસે ના કાર્યકરોએ બૂથ ઉપર કટાર લઈને ઉભું રહેવું પડે તો પણ તૈયાર રહેવુ પડશે તેવુ જાહેરમાં નિવેદન આપતા ખળભળાટ મચ્યો હતો.


માઠા સમાચાર: ભર શિયાળે ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે કમોસમી વરસાદ!


તેમણે ઉમેર્યું હતું કે, સત્તાની લાલસામાં  મોટાભાગના ધારાસભ્ય પોતાની સીટ બચાવવા એડીચોટીનું જોર લગાડતાહોય છે, પરંતુ તેઓ એવું નહીં કરે. કોંગ્રેસને ચૂંટણી જીતાડવા માટે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું પડે તો પણ કોંગ્રેસના કાર્યકરો તૈયાર રહેશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર હંમેશા વિવાદિત નિવેદન માટે જાણીતા છે, ત્યારે સોમવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પણ તેઓએ ફરી મંચ પરથી આ પ્રકારનું નિવેદન કર્યું હતું, જેના કારણે ચર્ચામાં આવી ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube