સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો! ગુજરાતના આ વિસ્તારોમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે.

સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો! ગુજરાતના આ વિસ્તારોમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું (gujarat rain) હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે (winter) ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (weather update) દ્વારા રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.  બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી કરવામાં  આવી છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે.

ત્રણ દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદ (rain) ની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ (monsoon) દસ્તક આપી શકે છે. આ સિવાય પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી શક્યાઓ છે.

ક્યાં ક્યાં વરસાદની શક્યતા 
17, 18 અને 19 નવેમ્બરે પડી શકે છે કમોસમી વરસાદ
દરિયાકાંઠાના વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
17 નવેમ્બરે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી
ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

દેશનાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થાય તેવી સંભાવનાઓ છે. હાલમાં દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વાતાવરણ ઠંડુ થતા આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ન્યુનત્મ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં માવઠુ આવશે 
હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ રાજ્યભરમાં ઠંડકનું પ્રમાણ પણ વધશે. દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન હજુ ઘટતાં વધુ ઠંડકનો અહેસાસ થશે. રાત્રિ દરમિયાન તાપમાનમાં ખાસ વધઘટ નહિ નોંધાય. માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news