Loksabha Election : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી  અને રાજયસભાના  સાંસદ મુકુલ  વાસનિક  આજે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે.   પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો   ધમધમાટ ચાલી રહ્યો છે.   રાજયની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામો નકકી કરવા મનોમંથન કરવામાં આવ્યું હતુ. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપ સામે મોટું નિવેદન આપતા તેમણે કહ્યું કે, જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચુટંણી છે. ભાજપના શાસનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સાથે અન્યાય થયો છે. ભાજપના શાસનમાં ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપ ફરી સત્તા પર આવશે તો હવે ચૂંટણી નહીં થાય. આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે. કોંગ્રેસની ખરાબ સ્થિતિ એવી છે કે કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કરી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે


મુકુલ વાસનિકે પ્રેસ સંબોધનમાં કહ્યું કે, ચુટંણીની જાહેરાત પહેલાંજ દેશમાં બદલાવનુ વાતાવરણ જોવા મળ્યું છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતના જ એક નેતાએ મહત્વ પુર્ણ જવાબદારી સ્વીકારી હતી. સમાજના દરેક વર્ગને લોભામણા વચનો આપ્યા હતા. આજે ૧૦ વર્ષના અંતે વચેનોને પુર્ણ કરવા કોઇ પ્રમાણીક પ્રયત્ન થયો નથી. યુવાનો, વેપારીઓ, ખેડૂતો અને મહિલાઓ સાથે અન્યાય થયો છે. અનેક ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગ જવા કે વંચિત વર્ગ પરેશાન વર્ગને પડતો મુકવામાં આવ્યો છે. સરકારના ૧૦ વર્ષ અંધકાર, અરાજકતા અન્યાય અને નફરત ફેલાવાઈ રહી છે. જો ફરી મોદી અને ભાજપ સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચુંટણી હશે. ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે. તેની સામે અનેક મુશ્કેલીઓ છે, બંધારણને બચાવવા માટેની આ ચૂંટણી છે. જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચૂંટણી છે.


રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા


સુરતમાં સરકારી બાબુઓને નથી કરવું ચૂંટણીનું કામ, 3143 કર્મચારીઓએ કરી અરજી


આજે ગુજરાતનાં પ્રભારી  અને રાજયસભાના  સાંસદ મુકુલ  વાસનિક  આજે ગુજરાતનાં  પ્રવાસે આવ્યા છે. ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા અલગ અલગ આઠ કમિટીની રચના કરવામાં આવી છે. આજે વાસનિકે કોંગ્રેસના  પ્રદેશ પ્રવકતા અને મીડિયા  કોર્ડિનેટરો સાથે બેઠક યોજી  હતી. તમામને ચૂંટણી સંદર્ભે નિવેદન આપવા માટે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું તેની નકકર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ સાથે પણ બેઠક યોજી હતી. જેમાં લોકસભાની  જે ચાર બેઠકો માટે હજી ઉમેદવારો નકકી થયા નથી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 


ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત