ગુજરાત કોંગ્રેસે AAP ના દિલ્લી મોડલની પોલ ખોલી, કહ્યું: `AAP એટલે અરવિંદ એડવર્ટાઈઝમેન્ટ પાર્ટી`
ગુજરાત કોંગ્રેસે આજે AAP ના દિલ્લી મોડલની પોલ ખોલી હતી. જેમાં આજે કોંગ્રેસે AAP એટલે અરવિંદ એડવર્ટાઈઝમેન્ટ પાર્ટી તરીકે ગણાવી છે. એટલું જ નહીં, અરવિંદ એક્ટર્સ પાર્ટી તરીકે ગણાવી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કામગીરી કરી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં એક પછી એક ગેરંટીઓ આપીને લોકોનો વિશ્વાસ જીતી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે પણ હવે આમ આદમી પાર્ટીની જેમ વચનોની લ્હાણી શરુ કરી દીધી છે. કોંગ્રેસ મહત્વપૂર્ણ જાહેરાતનું એક વંચન પત્ર તૈયાર કર્યું છે.
ગુજરાત કોંગ્રેસે આજે AAP ના દિલ્લી મોડલની પોલ ખોલી હતી. જેમાં આજે કોંગ્રેસે AAP એટલે અરવિંદ એડવર્ટાઈઝમેન્ટ પાર્ટી તરીકે ગણાવી છે. એટલું જ નહીં, અરવિંદ એક્ટર્સ પાર્ટી તરીકે ગણાવી છે. કોંગ્રેસે કહ્યું કે, આમ આદમી પાર્ટી એટલે અરવિંદ એશ પાર્ટી.
ગુજરાત કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ જાહેર ખબર પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. જેમાં કોંગ્રેસે આંકડા જાહેર કરતા જણાવ્યું કે, 2015 માં 81 કરોડ. 2017-18 માં 117 કરોડ. 2019 માં 200 કરોડ અને 2021-22 માં 490 કરોડનો ખર્ચ કર્યો છે. આમ આદમી પાર્ટીએ અંદાજીત 900 કરોડ રૂપિયા જાહેર ખબર પાછળ વાપર્યા છે. જેની સામે શીલા દીક્ષિતે માત્ર 11 કરોડ જ જાહેર ખબર પાછળ ખર્ચ કર્યો હતો.
કોંગ્રેસે જણાવ્યું કે, વિદ્યાર્થી સ્કોલરશીપ પાછળ 19 કરોડનો ખર્ચ કરી માત્ર 20 લાખની જ સ્કોલરશિપ ફાળવાઈ છે. દિલ્લીની હવા શુદ્ધ કરવા માટેની જાહેરાત પાછળ 23 કરોડનો ખર્ચ કર્યો અને કામ માત્ર 5 લાખનું કરાયું હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ શાળાના 6 હજાર ઓરડાઓ બનાવવાનું વચન આપ્યું હતું. જેમાં 4 હજાર ઓરડા બનાવી 7 હજાર ઓરડાનું પેમેન્ટ કરાયું છે.
શિક્ષણની વાત કરવામાં આવે તો 500 શાળાઓના વાયદા સામે માત્ર 63 શાળાઓ જ બનાવાઈ છે. જ્યારે કોંગ્રેસની સરકારમાં દિલ્લીમાં 30 ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હતા, પરંતુ કેજરીવાલ સરકારમાં 40 ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનો દાવો કોંગ્રેસે કરી ખળભળાટ મચાવ્યો હતો. 10 લાખ રોજગારીના દાવા સામે 2017 માં માત્ર એક વ્યક્તિને સરકારી નોકરી આપી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે આજે આમ આદમી પાર્ટીને જણાવ્યું કે, 2019માં 260 અને 2020માં 23 લોકોને સરકારી નોકરી મળી છે. 8 વર્ષમાં એકપણ નવી હોસ્પિટલ, નવો રોડ નથી બનાવ્યો કે એમ્બ્યુલન્સ ખરીદી નથી.
લિકર પોલિસી અંગે શું કહ્યું?
AAP એટલે અરવિંદ આલ્કોહોલ પાર્ટી દિલ્લીમાં પહેલા 40 ટકા સરકારી અને 60 ટકા ખાનગી દારૂની દુકાનો હતી. દુકાન માટે 25 લાખ ડિપોઝીટ જમા કરાવવી પડતી હતી.. કેજરીવાલે તમામ દુકાનો પ્રાઇવેટ કરી ડિપોઝીટ 5 કરોડ રૂપિયા કરી.. જેથી માત્ર મોટા લોકો જ દારૂ વેચી શકે.. દારૂ પરનો વેટ ઘટાડી રાજકોશિય આવકમાં ઘટાડો કર્યો.. દારૂનો મોટો નફો માલતીયાઓ સુધી પહોંચાડ્યો.. પહેલા 750 એમએલ ની બોટલ પર 223 સરકારને આવક થતી હતી.. જે હવે માત્ર 1.90 રૂપિયા થઈ ગઈ છે.. દારૂના માલિકો એક બોટલ પર 220 રૂપિયા તગડો નફો લઈ રહ્યા છે..
કેજરીવાલનું ડિટીસી બસ કૌભાંડ
દિલ્હી ડિટીસી1000 બસ નો કોન્ટ્રાક્ટ નક્કી કરાયો જે કંપની બે વર્ષ સુધી સર્વિસ ફ્રી માં આપવાની હતી. જોકે ત્યારબાદ અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ રદ કરી પ્રતિ કિલોમીટર 30 રૂપિયા મેન્ટેનન્સ અન્ય કંપનીને ફલાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube