અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થતા ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાંનો દૌર શરૂ થઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. અને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ગુજરાતમા લોકસભાની ચૂંટણીને લઇને મળેલી હારને કારણે રાજીનામું આપવાની વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષના નેતા ધાનણી પણ પદ છોડવા થયા તૈયાર
લોકસભાના પરિણામો ભાજપ તરફી આવતા કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પરેશધાનણીએ વિરોધપક્ષના નેતાનું પદ છોડવાની મૌખિક ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. પરેશ ધાનણીએ આ અંગેની ઇચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે.અને જો પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા પરથી રાજીનામું આપે તો કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષનો નેતા કોને બનાવામાં આવે તે અંગે પણ અટકળો ચાલી રહી છે.


હારની નૈતિક જવાબદારી સ્વિકારી, વિપક્ષના નેતાનું પદ છોડવા તૈયાર પરેશ ધાનાણી

 
વડોદરા કોંગ્રેસમાં પણ શરૂ થયો કકડાટ
વડોદરા કોગ્રેસમાં કકડાટ શરૂ થયો હતો. લોકસભા ચૂંટણીમાં મળેલી હારને કારણે કાર્યકરોમાં મતભેદો શરૂ થયા છે. કાર્યકરો દ્વારા વડોદરા કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામાની માગ કરવામાં આવી હતી. વડોદરા નગર શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા નરેન્દ્ર જયસ્વાલે પણ માગ કરી હતી. નરેન્દ્ર જયસ્વાલ વડોદરા કોંગ્રેસ પાર્ટી તરફથી નગર શિક્ષણ સમિતિના સભ્ય છે.