ઝી બ્યુરો/અમદાવાદઃ કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે. ગુજરાતમાં આજે કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 133 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 48 દર્દીઓને રજા આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 માર્ચે સુરતના આ વિસ્તારમાં થશે બ્લાસ્ટ, ઉત્રાણ પાવર હાઉસના ટાવરને તોડી પડાશે


હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 740 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ ઉપરાંત 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 735 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


કાળા બટાકાની ખેતી ચર્ચામાં, સ્પેશિયલ અમેરિકાથી બિયારણ મંગાવી કરી ખેતી


છેલ્લા ઘણાં સમયથી કેસ વધ્યાં
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. તો વળી, 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ નોંધાયા હતા.


'લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સે સુખા સોપુ બોલ રહા હું', કહીને વેપારી પાસે મંગાઈ ખંડણી, પછી