'લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સે સુખા સોપુ બોલ રહા હું', કહીને સુરતના વેપારી પાસે પાંચ લાખની ખંડણી મંગાઈ
પંજાબના જાણીતા સિંગર સિધ્ધુ મૂસેવાલાની હત્યામાં જેનું નામ બહાર આવ્યું છે તેમજ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: ઓનલાઈન કાપડનો વેપાર કરતા વેપારીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસની ઓળખ આપી ધમકી ભર્યો ફોન આવ્યો છે. લોરેન્સ બિશ્નોઇના સાગરીતે વેપારી પાસે 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. એટલું જ નહીં રૂપિયા નહીં આપે તો 24 કલાકમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી વરાછા અને ક્રાઈમ બ્રાન્ચ બંને પોલીસ તપાસ કરી રહી છે.
પંજાબના જાણીતા સિંગર સિધ્ધુ મૂસેવાલાની હત્યામાં જેનું નામ બહાર આવ્યું છે તેમજ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.ત્યારે લોરેન્સ બિશ્નોઈની આ ગેંગના માણસ તરીકેની ઓળખ આપી સુરતમાં એક વેપારીને ધમકી આપવામાં આવી છે. જેને લઇ ખળભળાટ મચ્યો છે. લોરેન્સના નામથી ધમકી મળતા વેપારી પણ ગભરાઈ ગયો છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા તુલસી આર્કેડમાં ઓનલાઇન કાપડનો વેપાર કરતા કેતનભાઇ ચૌહાણ નામના કાપડ વેપારીને લોરેન્સ બીસનોઇ ગેંગ તરફથી ખંડણી સાથે હત્યા સુધીની ધમકી મળી છે.ગત 16 માર્ચના રોજ 7056940650 પરથી રાત્રિના 11 વાગ્યા બાદ whatsapp કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સે સુખા સોપુ બોલ રહા હું. વેપારીએ કોણ લોરેન્સ બિશ્નોઈ એમ પૂછતાં ફોન કરનારે કહ્યું અભી સિદ્ધુ મુસેવાલા કા મર્ડર કિયા હૈ ના વો લોરેન્સ બિશ્નોઈ. તેમ કહી 5 લાખ રૂપિયા ચાહિયે વરના 24 ઘંટેમેં તેરા મર્ડર હો જાયેગા તેમ કહી ધમકીઓ આપી હતી. અત્યારે વેપારીએ ધમકી આપનારને કહ્યું કે હું તો સામાન્ય નોકરી કરું છું મારી પાસે પાંચ લાખ રૂપિયા નથી. આટલું સાંભળતા ફોન કાપી નાખ્યો હતો.
લોરેન્સ બિશ્નોઈના નામે વેપારીને ધમકી ભર્યો ભર્યો ફોન આવતા વેપારી કેતન ચૌહાણે શરૂઆતમાં તો તેને આ ફોન ખૂબ જ સહજતાથી લીધો હતો. વેપારીને લોરેન્સ બિશ્નોઈ અંગે કોઈ જાણ ન હતી જેથી ફોન પર જ પૂછ્યું હતું કે કોણ છે લોરેન્સ બિશ્નોઈ. પરંતુ ધમકીનો ફોન પૂરો થઈ ગયા બાદ આ અંગે વેપારીએ તેના મિત્રોને જાણ કરી હતી અને સોશિયલ મીડિયામાં તેના અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સીધું મુછે વાલા અને સલમાન ખાનને ધમકી આપનાર ખુંખાર ગેંગસ્ટર છે. જેને લઇ વેપારી ચિંતામાં મુકાયા હતા અને ત્યારબાદ તેને ગભરાટ થઈ હતી.
મોટાવરાછાના વેપારી કેતન ચૌહાણને લોરેન્સ બિસનોઈના માણસ તરીકે ફોન કરી ધમકીઓ આપતા શહેરમાં વેપારી આલમમાં, શહેરમાં અને પોલીસમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ઓનલાઇન કાપડનો વેપાર કરનાર કેતન ચૌહાણ સામાન્ય વેપારી છે. વેપારમાં મોટું ટર્નઓવર પણ નથી કરતો. છતાં ધમકીઓ મળતા વેપારી સાથે સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો છે. ત્યારે વેપારી દ્વારા આ અંગે મિત્રોને સાથે રાખીને વરાછા પોલીસ મથકનો સંપર્ક કરાયો હતો અને સમગ્ર હકીકત જણાવી લોરેન્સ બીસનોય ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ફોન પરથી ધમકી આપનાર અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસા ધરી છે.
ઉલ્લેખનીય છે કે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી લોરેન્સ બિસનોઈ નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તે ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે સુરતમાં કાપડ વેપારીને લોરેન્સ બિસનોઈના નામથી ધમકીઓ આપી 5 લાખની ખંડણી માંગવામાં આવી છે. ત્યારે વેપારીની ફરિયાદના આધારે વરાછા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ આ ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસમાં જોડાઈ છે. ફોન કરનાર સુધી પહોંચવા પોલીસ જુદી જુદી રીતે પ્રયાસો હાથ ધરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે