Gujarat Corona Update: નવા 1020 કેસ, 898દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે કાલે રક્ષાબંધન અને આજનો દિવસ સામાન્ય રાહતરૂપ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 1100થી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1020 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે કાલે રક્ષાબંધન અને આજનો દિવસ સામાન્ય રાહતરૂપ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 1100થી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1020 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે.
જાણો UPSC માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કાર્તિક જીવાણીની સફળતાનું રહસ્ય
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 20735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 319. પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,54,839 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1020 દર્દી નોંધાયા છે. આજે 898 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે.
અમદાવાદ: નવજાત બાળકીને રાયપુર મહિપતરામ આશ્રમમાં તરછોડી, પોલીસે ગુનો નોંધ્યો
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,89,338 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,87,865 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,87,865 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 1473 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં 19 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14811 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 87 છે. જ્યારે 14724 લોકો સ્ટેબલ છે. 48359 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2534 લોકોનાં મોત નિપજ્યા છે. જે પૈકી આજે 25 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનના 8, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, જામનગર કોર્પોરેશન 2, જુનાગઢ 2, જુનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર 1, જામનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર