Gujarat Corona Update: નવા 1126 દર્દી, 1131 દર્દી સાજા થયા 20 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1126 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 80,924 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 63,810 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 2,822 પર પહોંચ્યો છે.
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1126 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 80,924 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 63,810 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 2,822 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો:- આખરે યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરાયું, ઓનલાઇન ઓપ્શનલ
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 800.52 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,15,598 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1,118 તથા અન્ય રાજ્યના 08 એમ કુલ 1,126 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,131 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.
આ પણ વાંચો:- રાજ્યમાં સિઝનનો 83.59 ટકા વરસાદ, 98 ડેમ 90 ટકાથી વધારે ભરેલી સ્થિતીમાં
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,07,188 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,06,400 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 816 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ પણ વાંચો:- અમદાવાદમાં નિવૃત શિક્ષકે કેનાલમાં ઝંપલાવ્યું, આપઘાત પહેલા કર્યો આ વોટ્સએપ મેસેજ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14410 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 78 છે. જ્યારે 14332 લોકો સ્ટેબલ છે. 63710 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2822 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 20 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, અમરેલીમાં 2, ભાવનગરમાં 2, કચ્છમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં એક સહિત કુલ 20 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર