અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1272 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1050 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1166.15 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1272 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1050 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 74,551 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.51% ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે કોરોના કોલરટ્યુનથી છો પરેશાન? ચપટી વગાડતા જ આ કોલર ટ્યુન થઇ જશે બંધ, આ રહી સરળ ટ્રીક !


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,91,661 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,91,147 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 541 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે. 


બોટાદ: ટીંબલા ગામે ઇકો અને રીક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 1નું ઘટના સ્થળે મોત, 1 ગંભીર


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 14986 લોકો સ્ટેબલ છે. 74551 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2978 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીનો સમાવેશ થાય છે. આ પ્રકારે આજની તારીખે ગુજરાતમાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર