અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1325 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1126 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75487 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1161.33 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1325 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1126 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 81180 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.88% ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના સૌમ્ય સ્વભાવના કારણે જાણીતા હેમંત ચૌહાણે કરી ગાળાગાળી? જાણો શું છે સમગ્ર મામલો


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,54,774 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,54,247 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 527 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે. 


નવા સીમાંકનની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ચૂંટણી શંખ ફૂંકાય તેવી શક્યતા


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16131 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 16042 લોકો સ્ટેબલ છે. 81180 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3064 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત 3, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 16 લોકોનો સમાવે્શ થાય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube