નવા સીમાંકનની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ચૂંટણી શંખ ફૂંકાય તેવી શક્યતા
Trending Photos
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન અને વોર્ડ રચના અનામત બેઠકો સાથે આજે થશે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા મહત્વના ફેરફાર કરવામાં આવશે. મહાનગર પાલિકા , નગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની હદ વિસ્તાર માં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી કરી પૂર્ણ કરી છે. મોડી સાંજ સુધી રાજ્ય ચૂંટણી પંચ વિગતવાર માહિતીની જાહેરાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિમાંકન મુદ્દે કોંગ્રેસ લાંબા સમયથી વિરોધ નોંધાવી રહી છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં ફેરફાર કરવામાં આવશે. 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોમાં પણ ફેરફાર કરવામાં આવશે. મોડી સાંજ સુધી ફેરફાર અંગેનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. માહિતી પ્રસિદ્ધિ બાદ રાજકીય પક્ષો અને નાગરિકોના વાંધા સૂચનોની પ્રક્રિયાનો પ્રારંભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવુ સિમાંકન કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સિમાંકનનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, આ સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે