GUJARAT CORONA UPDATE: નવા 1495 કેસ 1167 સાજા થયા અને 13 લોકોનાં મોત નિપજ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1495 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1167 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,79,953 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1495 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1167 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,79,953 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.16 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 980.60 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,685 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,02,573 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 112 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,600 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 93 છે. જ્યારે 13,507 લોકો સ્ટેબલ છે. 1,79,953 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3859 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1 અને ભાવનગરનાં 1 વ્યક્તિ સહિત કુલ 13 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube