GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 13 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો હોય તેવી રીતે તબક્કાવાર કેસ ઘટ્યા બાદ હવે વધી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 21 કેસ આવ્યા છે. તો બીજી તરફ 13 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,344 નાગરિકો કોરોનાને હરાવી પણ ચુક્યા છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો હોય તેવી રીતે તબક્કાવાર કેસ ઘટ્યા બાદ હવે વધી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 21 કેસ આવ્યા છે. તો બીજી તરફ 13 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,344 નાગરિકો કોરોનાને હરાવી પણ ચુક્યા છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
AHMEDABAD માં બાળકીનું અપહરણ કરનારી મહિલાની કહાની સાંભળી પોલીસ સ્ટાફની આંખો ભીની !
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 158 નાગરિકો એક્ટિવ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 153 સ્ટેબલ છે. 8,15,344 કુલ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાહતના સમાચાર ગણી શકાય કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી.જે એકંદરે રાહતના સમાચાર ગણાવી શકાય.
SURAT માં દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવા માટે NGO દ્વારા કરાઇ અનોખી પહેલ
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16ને પ્રથમ અને 5469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 72668 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 63520 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના 210037 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 153291 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 5,05,001 કુલ ડોઝ એક જ દિવસમાં અપ્યા છે. 5,18,80,420 ડોઝ રસીના અત્યાર સુધીમાં થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube