GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 23 કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. સમગ્ર રાજ્યમાં 2 આંકડામાં કોરોના કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 23 કેસ આવ્યા હતા. જ્યારે 21 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,570 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર સતત લડી રહી છે. રાજ્યમાં 3,73,452 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. સમગ્ર રાજ્યમાં 2 આંકડામાં કોરોના કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 23 કેસ આવ્યા હતા. જ્યારે 21 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,570 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર સતત લડી રહી છે. રાજ્યમાં 3,73,452 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
ST નિગમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોલ્ડવોર? લેટરપેડ પર ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 254 એક્ટિવ દર્દી છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 249 દર્દીઓ સ્ટેબલ છે. 8,14,570 ડીસ્ચાર્જ અત્યાર સુધીમાં થઇ ચુક્યાં છે. 100076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. જે રાહતની વાત કહી શકાય.
સોખડા હરિધામ મંદિર: હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારીની જાહેરાત, આ સ્વામી સંભાળશે સુકાન
બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર સતત લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18040 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 47903 નાગરિકોને પ્રથમ ડોઝ અને 138772 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 57228 નાગરિકોને રસીનો પ્રથમ અને 111509 નાગરિકોને રસીનો બોજો ડોઝ અપાયો છે. આ પ્રકારે 3,76,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,36,37,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube