ST નિગમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોલ્ડવોર? લેટરપેડ પર ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ

ગુજરાત એસટી ઓફિસર્સ એસોસિયેશનના બનાવટી લેટરપેડ ઉપર એસટી નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતો લેટર સોશિયલ મિડિયામાં ફરતો થયો. જેને લઈને થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ગુજરાત એસટી નિગમ અને સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરવા બદલ એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ગુનો નોંધાયો. ઓફિસર્સ એસોસિએશનના લેટરપેડનો દુરઉપયોગ કરનાર વ્યક્તિએ એસટી નિગમની છબી ખરડાય તેમજ એસટીના કૌભાંડનું લખાણ લખવામાં આવ્યુ છે. જેને લઈને એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ST નિગમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોલ્ડવોર? લેટરપેડ પર ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ

મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત એસટી ઓફિસર્સ એસોસિયેશનના બનાવટી લેટરપેડ ઉપર એસટી નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતો લેટર સોશિયલ મિડિયામાં ફરતો થયો. જેને લઈને થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ગુજરાત એસટી નિગમ અને સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરવા બદલ એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ગુનો નોંધાયો. ઓફિસર્સ એસોસિએશનના લેટરપેડનો દુરઉપયોગ કરનાર વ્યક્તિએ એસટી નિગમની છબી ખરડાય તેમજ એસટીના કૌભાંડનું લખાણ લખવામાં આવ્યુ છે. જેને લઈને એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

એસટી ઓફિસર્સ એસોસિએશનના ઉપપ્રમુખ સંજયભાઈ હિંમતલાલ જોષીએ વાડજ પોલીસ સ્ટેશનમાં તા.15 જુલાઈએ એક અરજી આપી હતી. આ અરજી અનુસાર, તા.13 જુલાઈના રોજ એસટી ઓફિસર્સ એસોસિએશનના બનાવટી લેટરપેડ ઉપર સોશિયલ મિડિયામાં એક પત્ર ફરતો થયો હોવાની જાણ નિગમના સચિવનો ફોન આવવાથી થઈ હતી. નિગમના સચિવે વોટ્સ-એપથી ફરિયાદી સંજય જોષીને પત્ર જોવા મોકલી આપ્યો હતો. આ પત્રમાં એવો આક્ષેપ કરવામા આવ્યો હતો કે, છેલ્લા દોઢ-બે વર્ષમાં એસટી નિગમમાં આઈએએસ ઓફિસર્સ અને ઉચ્ચ હોદ્દેદારની મદદગારીથી ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ પ્રકારના લેટરથી વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એસટી ડેપો અને એસટી વિભાગની કચેરીઓમાં બોર્ડ લગાવી જાહેરાત લગાવવાનું કામકાજ કરવા મુકેશભાઈ પટેલે એસોસિએશન ઓફ એસ.ટી. ઓફિસર્સ એસોસિએશનના બનાવટી લેટર બનાવી તેમાં ઉપરોક્ત ગંભીર આક્ષેપો કર્યા હતા.

એસોસિએશન ઓફ એસ.ટી. ઓફિસર્સના બનાવટી લેટરનો દુરૂપયોગ કરી નિગમના અધિકારીઓ, તંત્ર વિશેષ ગંભીર આક્ષેપો કરવાની ફરિયાદ અંગે પુરાવા એકત્ર કરવા તજવીજ ચાલી રહી છે.પોલીસ પુરાવા એકત્ર કરી આરોપી મુકેશ પટેલની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news