સોખડા હરિધામ મંદિર: હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારીની જાહેરાત, આ સ્વામી સંભાળશે સુકાન
હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભુતમાં વિલિન થયા છે. લાખો ભક્તોના અસ્ખલીત અશ્રુઓ વચ્ચે સ્વામીજીને મુખાગ્ની આપવામાં આવ્યો હતો. આ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સેંકડો ભક્તોએ ભીની આંખે સ્વામીજીના અંતિમ દર્શન કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપી હતી. જો કે ત્યાર બાદ તેમના ઉત્તરાધિકારી કોણ બનશે તે સૌથી મોટો સવાલ બન્યો હતો. જો કે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી.
Trending Photos
સોખડા : હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભુતમાં વિલિન થયા છે. લાખો ભક્તોના અસ્ખલીત અશ્રુઓ વચ્ચે સ્વામીજીને મુખાગ્ની આપવામાં આવ્યો હતો. આ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સેંકડો ભક્તોએ ભીની આંખે સ્વામીજીના અંતિમ દર્શન કર્યા બાદ તેમને અંતિમ વિદાય આપી હતી. જો કે ત્યાર બાદ તેમના ઉત્તરાધિકારી કોણ બનશે તે સૌથી મોટો સવાલ બન્યો હતો. જો કે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી.
યોગી ડિવાઇન સોસાયટી પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ જીવન સ્વામીજી સંસ્થાનું સુકાન સંભાળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યાગ વલ્લભ સ્વામી, અશોકભાઈ પટેલ અને વિઠ્ઠલ દાસ પટેલ પણ સુકાન સંભાળશે. સંત ભગવંત સાહેબજી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તમામ સંતોની સંમતિથી આ અંગે જાહેરાત કરી હતી. આ નિર્ણય સર્વસંમતીથી લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ વિદાય સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ અંતિમવિધિમાં હાજરી આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હરી પ્રસાદ સ્વામીને ગુજરાતની 6.50 કરોડ જનતા વતી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વર્ષોથી ગુજરાતની ચિંતા કરતા હતા. નર્મદા ડેમ બાંધવાની વાત હોય, રાજ્યની કોમ એકલાસ ખરાબ સ્થિતિમાં હોય, રાજ્યના વિકાસ, શિક્ષણ સહિત તમામ બાબતોમાં ચિંતા કરતા હતા. તમામ હરિભક્તોને તેમને કામે લગાડ્યા હતા. ગુજરાત સમુદ્ધ થાય, સુખી સંપન્ન થાય તેવી તેમની પહેલાથી જ ઈચ્છા રહી હતી. ગુજરાતે એક મોટા સંત પુરુષ ગુમાવ્યા, ક્યારે પણ ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાત કાયમ હરી પ્રસાદ સ્વામીના ચરણોમાં વંદન કરી યાદ કરશે. તેમના ચીંધેલા માર્ગ પર અવશ્ય ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે