Gujarat Corona Update: કોરોનાના 232 કેસ નોંધાયા, 450 દર્દી થયા સાજા; એકનું મોત
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 232 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 450 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 232 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 450 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,63,676 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,57,120 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,396 પર પહોંચ્યો છે.
આજ રોજ કુલ 976 કેન્દ્રો ઉપર 49,005 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 6,04,184 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ પણ વાંચો:- માનું દૂધ પીધું હોય તો જેને લડવું હોય તે નવલખી મેદાનમાં આવી જાય- મધુ શ્રીવાસ્તવ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ મહેસાણા, પાટણ, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચો:- Dr Pravin Togadiaની પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું, તમામ વોર્ડમાં ઉભા રાખશે ઉમેદવાર
રાજ્યમાં કોવિડ-19ના 232 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 450 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.51 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,57,120 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ પણ વાંચો:- Deepak Srivastava નું ઉમેદવારી ફોર્મ થયું રદ, અપક્ષ તરીકે નોંધાવી હતી ઉમેદવારી
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 106 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. રાજ્યમાં આજની સ્થિતિએ અત્યાર સુધીના સૌથી ઓછા 0.81 ટકા એક્ટીવ કેસ છે.
આ પણ વાંચો:- Surat માં માત્ર 4 ફૂટના અપક્ષ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,160 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 23 છે. જ્યારે 2,137 લોકો સ્ટેબલ છે. 2,57,120 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,396 લોકોનાં મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube