ગાંધીનગર: દેશભર સહિત રાજ્ય (Gujarat) માં કોરોના (Coronavirus) મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય (Gujarat) માં કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત (Gujarat) માં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 293 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 770 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,03,892 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.84 ટકાએ પહોંચ્યો હતો.

Vadodara: MD ડ્રગ્સનું કરોડોનું કંસાઈનમેન્ટ પકડાયું, બે મહિલા સહિત 7ની ધરપકડ 


રાજ્યમાં એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો કુલ 7,749 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 7,546 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,892 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 10,018 લોકોનાં મોત નિપજ્યાં છે. 

સોખડા ગામે જમીન સંપાદન મામલે વિરોધ: કબજેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસકર્મી સહિત 9ને ઇજા


આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,52,543 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube