Vadodara: MD ડ્રગ્સનું કરોડોનું કંસાઈનમેન્ટ પકડાયું, બે મહિલા સહિત 7ની ધરપકડ

MD ડ્રગ્સના મહારાષ્ટ્ર (Maharashtra) થી આવેલા આ કન્સાઇનમેન્ટ (Consignment) ની વધુ લિંક જાણવા NCBએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

Vadodara: MD ડ્રગ્સનું કરોડોનું કંસાઈનમેન્ટ પકડાયું, બે મહિલા સહિત 7ની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે વડોદરા માંથી મોટી માત્રામાં ડ્રગ્સ (Drugs) કંસાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે. NCBને ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે મહારાષ્ટ્રથી લોકલ કેરિયર મારફતે ગુજરાત માટે મોકલાયું છે. જે માહિતી આધારે વડોદરા (Vadodara) માં રેડ કરતા 7 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. 

ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (Gujarat Narcotics Control Bureau) ની ટીમે બે મહિલાઓને પણ પકડી છે જેઓ આ ડ્રગ્સ (Drugs) સિન્ડિકેટ સાથે સંડોવાયેલા હોઈ શકે છે. હાલમાં પકડાયેલા સાતેય આરોપીઓ પાસેથી 994 ગ્રામ મેફેડ્રોન ડ્રગ (Mephedrone Drugs) કબજે કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં રોકડ રૂપિયા 7.50 લાખ કબજે કરવામાં આવ્યા છે. 

MD ડ્રગ્સના મહારાષ્ટ્ર (Maharashtra) થી આવેલા આ કન્સાઇનમેન્ટ (Consignment) ની વધુ લિંક જાણવા NCBએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી કન્સાઈન્મેન્ટ ગુજરાત માટે કોણ મોકલતું હતું? અને તેનો માફિયા કોણ છે તે બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે NCBની ટીમે પકડાયેલા આરોપીઓ પાસેથી 3 કાર કબજે કરી છે. 

ઉલ્લેખનીય છે કે MD ડ્રગ્સ પકડવા માટે NCBની ટીમે સ્પેશિયલ ઓપરેશન પાર પાડી એમડી ડ્રગ્સ (MD Drugs) ના નેટવર્કની તોડી પાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે લાખો રૂપિયાના MD ડ્રગ્સ અને ગુજરાત (Gujarat) ના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાનું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પ્રથમ વખત NCBએ MD ડ્રગ્સ અને આ મોટા કન્સાઈન્મેન્ટ (Consignment)  ને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news