ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 416 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 230 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,036 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.95 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 82,229 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજુલામાં જાહેરમાં બજાર વચ્ચે ATM માંથી ફિલ્મી સ્ટાઇલે ચોરી, મુખ્ય લોકર ખુલ્યુ હોત તો.


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1927 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1923 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,036 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 182, વડોદરા કોર્પોરેશન 40, સુરત કોર્પોરેશન 56, સુરત 34, રાજકોટ કોર્પોરેશન 15, ભાવનગર 13, વલસાડ 12, ગાંધીનગર કોર્પોરેશન 11, ગાંધીનગર 8, જામનગર-કચ્છમા 7-7,, ભરૂચમાં 5, મહેસાણા, નવસારી અને વડોદરામાં 3-3, અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, મોરબી, પાટણમાં 2-2, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, મહીસાગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો હતો. 


ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: 13 દિવસથી ચાલી રહેલો વિરોધ એક જ હાંકોટે સમેટાઇ ગયો


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1079 નાગરિકોને રસીનો પ્રથમ અને 16719 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 689 ને રસીનો પ્રથમ અને 3988 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 40031 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 6775 ને રસીનો પ્રથમ અને 12948 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 82,229 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,11,03,686 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube