રાજુલામાં જાહેરમાં બજાર વચ્ચે ATM માંથી ફિલ્મી સ્ટાઇલે ચોરી, મુખ્ય લોકર ખુલ્યુ હોત તો...

શહેરમાં મુખ્ય બજરમાં આઈ.ડી.બી.આઈ બેન્કના ATMમાં 2 શખ્સ દ્વારા તોડી રૂપિયાની ચોરી કરી કરતા સીસીટીવીમાં કેદ થતા ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં બંને શખ્સ દબોચી લીધા હતા. ગુજરાત અન્ય રાજ્યોમાં એટીએમ તોડી ચોરી કરવાની ઘટના વધી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ આઈ.ડી.બી.આઈ બેન્કના એટીએમમાં રાત્રીના સમયે 2 અજાણીયા ઈસમો એટીએમ તોડવા માટે હથિયારો લઈ આવ્યા હતા. 1 શખ્સ રેકી બહાર દરવાજામાં રેકી કરી રહ્યો છે. ત્યારબાદ તોડી 4500 રોકડા રૂપિયાની ચોરી કરી હતી. 
રાજુલામાં જાહેરમાં બજાર વચ્ચે ATM માંથી ફિલ્મી સ્ટાઇલે ચોરી, મુખ્ય લોકર ખુલ્યુ હોત તો...

રાજુલા : શહેરમાં મુખ્ય બજરમાં આઈ.ડી.બી.આઈ બેન્કના ATMમાં 2 શખ્સ દ્વારા તોડી રૂપિયાની ચોરી કરી કરતા સીસીટીવીમાં કેદ થતા ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં બંને શખ્સ દબોચી લીધા હતા. ગુજરાત અન્ય રાજ્યોમાં એટીએમ તોડી ચોરી કરવાની ઘટના વધી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ આઈ.ડી.બી.આઈ બેન્કના એટીએમમાં રાત્રીના સમયે 2 અજાણીયા ઈસમો એટીએમ તોડવા માટે હથિયારો લઈ આવ્યા હતા. 1 શખ્સ રેકી બહાર દરવાજામાં રેકી કરી રહ્યો છે. ત્યારબાદ તોડી 4500 રોકડા રૂપિયાની ચોરી કરી હતી. 

જોકે અંદર રૂપિયા વધુ હતા પરંતુ બહાર વાહનોની અવર જવરના કારણે ચોરી કરનારા શકશો દ્વારા 4500 રૂપિયા રોકડા અને તોડફોડ કરી નાચી છૂટ્યા હતા. ત્યારબાદ સવારે બેન્ક દ્વારા તોડફોડના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી થયાનું સામે આવતા બેંકના મેનેજર દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. રાજુલા પોલીસ ટીમ દ્વારા જુદી જુદી દિશામાં સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. બેંકના સીસીટીવી ફૂટેજ રાજુલા પોલીસ દ્વારા કબજે લઈ ખાનગી રાહે તપાસ કરતા રાજુલા તાલુકાના રીગણીયાળા ગામના 2 યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આરોપી કિરીટ હિંમતભાઈ મારૂ રે.મોટા રીગણીયાળા આરોપી જેન્તી ડાયાભાઈ મયાત્રા રે.મોટા રીગણીયાળા આ બંનેની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા બંને શકશોએ એટીએમમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. હાલ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ? તેને લઈ પોલીસ ગંભીરતા પૂર્વક ઊંડાણ તપાસ શરૂ કરી છે. રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલ બેંકના એટીએમમાં ચોરી થયાની ઘટનાને લઈ સમગ્ર શહેર અને અન્ય બેંકોમાં અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે રાજુલા પોલીસને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવા માટે સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news