GUJARAT CORONA UPDATE: નવા 58 કેસ, 56 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત
ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 58 કેસ નોંધાયા છે. તો 56 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા.
ગાંધીનગર : ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 58 કેસ નોંધાયા છે. તો 56 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા.
હેડક્લાર્કનું પેપર પણ લીક? યુવરાજસિંહે મીડિયા સમક્ષ આવીને કર્યા ચોંકાવનારા ખુલાસા
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 549 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 544 નાગરિકો સ્ટેબલ છે. 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10099 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે. આજે વલસાડમાં પણ એક નાગરિકનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 12, ભાવનગર-કચ્છમાં 5-5 કેસ, નવસારી-રાજકોટ કોર્પોરેશનમાં 4-4 કેસ, પાટણ-સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 58 કેસ નોંધાયા છે.
GODHRA માં ઉદ્યોગનાં નામે થતી દાદાગીરી સાંભળીને તમારુ લોહી ઉકળી ઉઠશે
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 13ને પ્રથમ અને 944 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7497 અને 60896 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24770 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 162332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,55,56,580 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube