GODHRA માં ઉદ્યોગનાં નામે થતી દાદાગીરી સાંભળીને તમારુ લોહી ઉકળી ઉઠશે

નુરાપુરા ગામ ખાતે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગામમાં આવેલ ઇંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી તેમજ ગૌચરમાં ખોટી રીતે કોઈ પણ મંજૂરી વગર બાંધકામ કરવા સહિતના આક્ષેપો સાથે ગ્રામજનો અને ખેડૂતોએ ભઠ્ઠા પર હોબાળો કર્યો હતો. આ મુદ્દે ઝડપી ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું. 
GODHRA માં ઉદ્યોગનાં નામે થતી દાદાગીરી સાંભળીને તમારુ લોહી ઉકળી ઉઠશે

ગોધરા : નુરાપુરા ગામ ખાતે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગામમાં આવેલ ઇંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી તેમજ ગૌચરમાં ખોટી રીતે કોઈ પણ મંજૂરી વગર બાંધકામ કરવા સહિતના આક્ષેપો સાથે ગ્રામજનો અને ખેડૂતોએ ભઠ્ઠા પર હોબાળો કર્યો હતો. આ મુદ્દે ઝડપી ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું. 

પંચમહાલના ગોધરા તાલુકાના નૂરપુરા ગામ ખાતે આવેલ આરબી બ્રિક્સ નામના ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠાના માલિકના ત્રાસ અને અન્યાયથી ત્રસ્ત થઈ આજરોજ નૂરપુરા ગામના ગ્રામજનોએ એકત્રિત થઈ આક્રોશ સાથે હલ્લાબોલ કરી ભઠ્ઠાના સંચાલકો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એકત્રિત થયેલ જમીન માલિકો અને ખેડૂતોના આક્ષેપો હતા કે, ભઠ્ઠાના માલિક દ્વારા વર્ષો જૂનો જે  કાયદેસરનો રસ્તો હતો તે અવરોધ કરી ગેટનું બાંધકામ કરી ખેડૂતોને પોતાના ખેતરમાં અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ હાલ જે જગ્યા પર ભઠ્ઠો છે તેના એક ખાતેદાર દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની જમીનમાં ખોટી રીતે એન્ટ્રી પડાવી ભઠ્ઠાનો માલિક જગદીશ કટિયા ખોટી રીતે ખેડૂત બની ગયો હતો. 

જે અંગે જગદીશ કટિયા કાયદેસરની કાર્યવાહી બાદ ખોટો ખેડૂત સાબિત થતા હાલ જે સ્થળે ભઠ્ઠો આવેલો છે. સહિત તેની માલિકીની અનેક જમીન સરકાર હસ્તક થઈ ગઈ હતી. જેની ખોટી રીતે સીધી અસર અન્ય ખેડૂત ખાતેદારોને પણ થઈ હતી. અન્ય ખેડૂતોએ પોતાની જમીન વેચાણ કે ગીરો આપેલ ન હોવા છતાં તેમની જમીન પણ ખોટી રીતે સરકાર હસ્તક એટલે કે શ્રી સરકાર થઈ ગઈ છે. જે બાબતે ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો હતો.

નૂરપુરાના ગ્રામજનો અને ખેડૂતોના આક્ષેપો છે કે, ભઠ્ઠાના મલિક જગદીશ તુલસી દાસ કટિયા દ્વારા સરકાર હસ્ત થયેલ જમીન અને ગૌચર જમીનમાં ખોટી રીતે બાંધકામ કરી ઈંટોનું ઉત્પાદન કરવામાં આવે છે. જે તદ્દન ગેરકાયદેસર છે. જગદીશ કટિયાએ જંગલ અને નદી કાંઠે પણ ચેકડેમ જેવી જગ્યાઓએ પણ ખોટું અપ્રમાણસર દબાણ કરેલ છે. જે તમામ બાબતોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરેલી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news