અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1364 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1447 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યમાં સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1310.05 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 35,23,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1364 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1447 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 98,156  દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 83.39% ટકા છે.


[[{"fid":"282865","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"corona-update","field_file_image_title_text[und][0][value]":"corona-update"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"corona-update","field_file_image_title_text[und][0][value]":"corona-update"}},"link_text":false,"attributes":{"alt":"corona-update","title":"corona-update","class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,246 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,04,753 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 493 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. 


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,294 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 98 છે. જ્યારે 16,169 લોકો સ્ટેબલ છે. 98,156 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3259 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 12 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1, એમ કુલ 12 દર્દીઓનાં કરૂણ મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube