ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવે પરિસ્થિતિ હવે ધીમે ધીમે થાળે પડી રહી છે. રાજ્યમાં સતત રસીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 15,269 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,93,666 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 81.85 ટકાએ પહોંચી ગયો છે. 

કોરોનાની ત્રીજી લહેર જો આવે તો ગુજરાત તેનો મુકાબલો કરી શકશે, આવી છે તૈયારીઓ


અત્યાર સુધીમાં 1,47,18,861 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલ સુધીમાં કુલ 1,45,67,089 લોકોનું રસીકરણ કરાયું હતું. જ્યારે આજે કુલ 1,51,772 લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરનું પ્રથમ ડોઝનું કુલ 18,51,225 અને હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરનું બીજા ડોઝનું કુલ 9,95,693 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝનું કુલ 86,60,645 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી વધુ ઉંમરના બીજા ડોઝનું કુલ 27,94,084 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18 થી 45 વર્ષ સુધીના પ્રથમ ડોઝનું કુલ 4,17,214 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કેબિનેટ મંત્રીના મત વિસ્તારમાં જ પાણીના ફાંફા, મહિનામાં માત્ર 2 દિવસ જ મળે છે પાણી


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,22,847 એક્ટિવ દર્દી છે, જે પૈકી 796 લોકો વેન્ટિલેટર પર છે અને 1,22,051 લોકો સ્ટેબલ છે. 5,93,666 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,840 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.

નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ


આ ઉપરાંત મહેસાણામાં 4, વડોદરામાં 4, રાજકોટમાં 5, સુરતમાં 6, અમરેલીમાં 3, જુનાગઢમાં 7, પંચમહાલમાં 3, કચ્છમાં 3, આણંદમાં 1, જામનગરમાં 4, ભરૂચમાં 3, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, પાટણમાં 2, દેવભૂમિ દ્વારાકામાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 2, સાબરકાંઠામાં 2, દાહોદમાં 1, મહિસાગરમાં 2, નવસારીમાં 1, અરવલ્લીમાં 2, અમદાવાદમાં 1, તાપીમાં 1 અને છોટા ઉદેપુરમાં 1 દર્દીઓનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 109 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube