નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે રાજય સરકારે નિર્ણય કર્યો છે.

Updated By: May 13, 2021, 05:44 PM IST
નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ ૧૩ / ૦ પ / ર ૧ ની સ્થિતિએ  ૧૨૩.૩૮ મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ પાણીનો રાજયના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો ના માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન કરાયુ છે. 

ગાંધીનગર જતા પહેલાં એસોસિએશન સાથે સંકળાયેલા ડોકટરોની મળી બેઠક, લીધો આ નિર્ણય

તેમણે ઉમેર્યુ કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી, ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે  જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube