આ સાત લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો, સુરતમાં કોરોનાએ બદલ્યું રૂપ
- સુરત મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર પેજ પર પણ કહ્યું છે કે, નવા સ્ટ્રેઈનનાં ૭ લક્ષણો જાણો અને આમાંના કોઈ પણ લક્ષણો જણાતા નજીકનાં હેલ્થ સેન્ટરમાં જઈ કોવિડ ટેસ્ટિંગ કરાવો
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમાં સુરતમાં કોરોનાના નવા લક્ષણોએ ચર્ચા જગાવી છે. ગત વર્ષે કોરોના થવાના જે લક્ષણો હતો, તેનાથી એકદમ વિપરિત કોરોનાના નવા લક્ષણો હાલ સુરતમાં જોવા મળી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે, જેના લક્ષણો પણ સાવ અલગ છે.
સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી.ખાસ કરીને હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, ખંજવાળ આવવી સહિતનાં લક્ષણો નવા જોવા મળી રહ્યાં છે. નવા લક્ષણો દેખાતા સુરત મહાનગરપાલિકાએ સુરતીઓને સાવધાન કર્યાં છે. જેમાં પાલિકાએ તંત્રને અપીલ કરી છે કે, આ લક્ષણો દેખાય તો ખાસ ટેસ્ટ કરાવજો. આ વિશે સુરત મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર પેજ પર પણ કહ્યું છે કે, નવા સ્ટ્રેઈનનાં ૭ લક્ષણો જાણો અને આમાંના કોઈ પણ લક્ષણો જણાતા નજીકનાં હેલ્થ સેન્ટરમાં જઈ કોવિડ ટેસ્ટિંગ કરાવો. સુરત મહાગરપાલિકાનું મિશન છે.
આ પણ વાંચો : અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદી સલમાનની ધરપકડ કરાઈ, બોમ્બ પ્લાન્ટ કરવામાં હતી માસ્ટરી
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા દરેક મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત