અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદી સલમાનની ધરપકડ કરાઈ, બોમ્બ પ્લાન્ટ કરવામાં હતી માસ્ટરી 

Updated By: Mar 24, 2021, 10:33 AM IST
અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદી સલમાનની ધરપકડ કરાઈ, બોમ્બ પ્લાન્ટ કરવામાં હતી માસ્ટરી 
  • બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો, તથા બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી
  • આતંકી સલમાનની જયપુર બ્લાસ્ટમાં પણ મહત્વની ભૂમિકા હતી. તેથી તેને જયપુર બ્લાસ્ટમાં ફાંસીની સજા કરવામાં આવી છે. અત્યાર સુધી તે જયપુરની જેલમાં સજા કાપી રહ્યો છે

ઉદય રંજન/અમદાવાદ :વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની ધરપકડ કરી છે. જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલામનની ધરપકડ કરાઈ છે. સલમાનની 2008 બ્લાસ્ટ કેસ (Ahmedabad blast) માં મહત્વની ભૂમિકા હતી. હાલ તેને આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર આયોજન કર્યું હતું. 

બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની માસ્ટરી 
વર્ષ 2008નો બ્લાસ્ટ અમદાવાદ જ નહિ, પણ જયપુર બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યાર બાદ તે રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની મહત્વની ભૂમિકા હતા. બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો, તથા બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી. તે ઉત્તરપ્રદેશના આઝમગઢના સાંઝાપુરનો રહેવાસી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં તેના રિમાન્ડ મેળવશે તેના બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. જેના બાદ તે અમદાવાદ કેવી રીતે આવ્યો હતો અને અહી ક્યાં ક્યાં રોકાયો હતો તે દિશામાં તપાસ કરાશે. 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા દરેક મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

અમદાવાદ બ્લાસ્ટના 99 આતંકી વોન્ટેડ હતા
અમદાવાદના 2008ના બ્લાસ્ટની વાત કરીએ તો, આ બ્લાસ્ટે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. જેમાં કુલ 55 લોકોના મોત નિપજ્યા હતા. તો સાથે જ 240 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસે 99 આતંકીઓની ઓળખ કરીને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાંથી 82 આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા. તો 3 આતંકીઓ પાકિસ્તાન ફરાર થઈ ગયા હતા. તેમજ 3 આતંકી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જેલમાં સજા કાપી રહ્યાં છે. તો એક આરોપી સીરિયા ભાગી ગયો છે. તેમજ એક આરોપી એન્કાઉન્ટરમાં મરાયો છે.   

આ પણ વાંચો : મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના 300 કાર્યકર્તા AAP માં જોડાયા

જયપુર બ્લાસ્ટમાં પણ સલમાનની ભૂમિકા 
આતંકી સલમાનની જયપુર બ્લાસ્ટમાં પણ મહત્વની ભૂમિકા હતી. તેથી તેને જયપુર બ્લાસ્ટમાં ફાંસીની સજા કરવામાં આવી છે. અત્યાર સુધી તે જયપુરની જેલમાં સજા કાપી રહ્યો છે. તેને ટ્રાન્સફર વોરન્ટથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. વર્ષો બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સલમાનને લાવવામાં સફળતા મળી છે. સલમાનને અમદાવાદ લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા વર્ષો સુધી ચાલી રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક જ માંગ હતી કે, સલમાનને  ફાંસીની સજા જયપુરમાં થઈ હતી, તે અમદાવાદ બ્લાસ્ટમાં પણ આરોપી હોવાથી તેને અમદાવાદ પણ લાવાવમાં આવે.