અમદાવાદ એરપોર્ટ પર ટેન્શનભર્યો માહોલ, યુકેથી આવેલો મુસાફર લઈને આવ્યો કોરોના
ઓમિક્રોન (Omicron) ની દહેશત વચ્ચે દેશમાં સતર્કતા વધી ગઈ છે. `એટ રિસ્ક` દેશોમાંથી આવતા 16 હજાર પ્રવાસીમાંથી 18 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે યુ.કે.થી ફ્લાઈટમાં અમદાવાદ (Ahmedabad) આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવ્યો છે. હાલ જીનોમ સિક્વન્સ માટે રિપોર્ટ મોકલાવાયો છે.
અતુલ તિવારી/અમદાવાદ :ઓમિક્રોન (Omicron) ની દહેશત વચ્ચે દેશમાં સતર્કતા વધી ગઈ છે. 'એટ રિસ્ક' દેશોમાંથી આવતા 16 હજાર પ્રવાસીમાંથી 18 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્યારે યુ.કે.થી ફ્લાઈટમાં અમદાવાદ (Ahmedabad) આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવ્યો છે. હાલ જીનોમ સિક્વન્સ માટે રિપોર્ટ મોકલાવાયો છે.
ઓમિક્રોનથી દહેશત વચ્ચે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ahmedabad airport) પર તંત્ર સતર્ક બન્યુ છે. દરેક દેશથી ગુજરાત આવતા હવાઈ મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જેમાં યુકેથી ફ્લાઈટમાં આવેલા એક પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મધરાતે કોરોના ટેસ્ટીંગમાં પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ દર્દીના જીનોમ સિક્વન્સ માટે રિપોર્ટ મોકલાયો છે. જીનોમ સિક્વનસિંગ બાદ ક્યાં વેરિયન્ટનો પ્રવાસી શિકાર છે કે નહિ એ અંગે સ્પષ્ટતા થશે. હાલ દર્દીને ક્વોરેન્ટાઈન કરાયો છે.
આ પણ વાંચો : ફૂટબોલના દડાની જેટલુ પેટ લઈને ફરતી મહિલાની સફળ સર્જરી, 13 કિલોની ગાંઠ દૂર કરાઈ
દેશમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે સતર્કતા વધી
'એટ રિસ્ક' દેશોમાંથી આવતી અત્યાર સુધીની 58 ફ્લાઈટ્સના આશરે 16 હજાર પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પૈકી 18 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સંક્રમિતોના રિપોર્ટ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ અંગે માહિતી આપી છે. તો રાજસ્થાનમાં 7 દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત પરેલા એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જેમાં પતિ-પત્ની સહિત તેમની બે પુત્રી સામેલ છે. તમામને ઓમિક્રોનના સંદિગ્ધ ગણાવી કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ચિંતાની વાત એ છે કે 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો આ પરિવાર જયપુરમાં પોતાના 12 સંબંધીઓને મળ્યો હતો, તેમાંથી 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી એક 16 વર્ષનો તરુણ પણ સામેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટથી મુંબઈ પરત આવેલા 9 વિદેશી નાગરિકો સહિત 10 લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસનો આંક વધીને 28 થઈ ગયો છે. આ બધા લોકો 10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.