• આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો

  • જો ઘરે RTPCR ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરાયો. હવે 550 રૂપિયા ટેસ્ટ થશે

  • એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો


હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR test) ના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે (Nitin Patel) કરી છે. તો સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર આરટીપીઆર ટેસ્ટ કરાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : મહેલ જેવુ આલિશાન ગીતા રબારીનું નવુ ઘર, દરેક ખૂણેથી આવે છે કચ્છની મહેંક


ઘરે ટેસ્ટ કરાવવાનો ભાવ 550 અને એરપોર્ટ પર 2700 માં થશે 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ થાય છે. ત્યારે સરકારે આરટીપીસીઆર ટેસ્ટનો દર ઘટાડ્યો છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી આ ટેસ્ટ 400 રૂપિયામાં જ ખાનગી લેબોરેટરીના કરાવી શકાશે. તેમજ જો ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 550 રૂપિયામાં ઘરે આરટીપીઆર ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ એરપોર્ટ પર આ ટેસ્ટ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 


આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે 



તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાનાની પરિસ્થિતિ થાળે પડતી જાય છે. વેપાર-ધંધા પણ મૂળ સ્વરૂપે આવતા જાય છે. જેઓને બીજો ડોઝ લેવાનો થાય છે તેવા વ્યક્તિઓ માટે પણ આ રવિવારે વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે. વેક્સિન નો જથ્થો જેમ જેમ રાજ્યને પ્રાપ્ત થતો જાય છે તેમ તેમ કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રૂપની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે. સંભવિત કહેવાતા ત્રીજા વેવ તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે. બીજા રાજ્યોમાં અને અન્ય દેશોમાં જે પ્રકારે કે જો આવી ગયા છે તેનું ધ્યાન રાખીને રાજ્ય સરકાર પણ દર્દીઓને વધુ સારવાર આપી શકાય તેવી તૈયારીઓ કરી છે.