gujarat foundation day ચિંતન ભોગાયતા/અમદાવાદ : આજે ગુજરાતનો 63માં સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાતીઓ આ ગૌરવ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. પરંતું શુ તમે જાણો છો કે, કોણે કરી હતી ગુજરાતની સ્થાપના...ગુજરાતની સ્થાપના પાછળનો શું છે ઈતિહાસ..અને દાદાના હુલામણા નામથી ઓળખાતા કોણ છે એ વ્યક્તિ જેને ગુજરાત ક્યારેય નહીં ભૂલિ શકે. ગુજરાત સ્થાપના દિને એ જાણી લેવું જરૂરી હતું કે ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ અને તેમનું વ્યક્તિત્વ કેવું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ સમયની વાત છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્ય બન્યા. તારીખ હતી 1 મે 1960. માત્ર 6 ચોપડી ભણેલા રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. એક વખત અમદાવાદના કોચરબ આશ્રમમાં પહેલીવાર તેમને ગાંધીજીને મળવાનું થયું. આ મુલાકાતમાં તેઓ લોહચુંબકની જેમ બાપુ પ્રત્યે આકર્ષાયા. ગાંધીજીએ રવિશંકર મહારાજને ખેડા જિલ્લાના બહારવટિયાની જિંદગી સુધારવાનું કામ સોંપ્યું હતું. ખેડા જિલ્લામાં સાંઠ ગામોમાં એક કોમના સ્ત્રી-પુરૂષોને રોજ રાત્રે ચોરામાં હાજરી પુરાવવા જવું પડતું. મહારાજને આ વાત ખુંચી અને ખુદ જ્ઞાતિના લોકોને ઘેર જઈ રહેવા લાગ્યા. તેમને ત્યાં જમતા અને તેમને ત્યાં જ સૂતા. જે જમાનામાં લોકો દારૂડિયા, ચોર અને ખૂની સમજી સામાજિક ધિક્કાર મળતો હતો. તેમને તેમણે પ્રેમ અને આદર આપી કૂટેવો છોડાવી હતી.


ગુજરાતના સ્થાપના દિન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નહિ રહે હાજર, આ છે કારણ


એક વાર રવિશંકર મહારાજને ખેડા જિલ્લાના મહીના કોતરોમાં દસ-બાર બુકાનીધારી બહારવટિયાઓ જ ભેટી ગયા. 


  • બહારવટિયાએ હોંકારો પાડી કહ્યુંઃ કોણ છે લ્યા?

  • મહારાજે કહ્યુંઃ હું પણ બહારવટિયો છું

  • બહારવિયો પૂછે છે કઈ ટોળકીનો?

  • મહારાજે કહ્યું ગાંધીની ટોળીનો

  • બહારવટિયાઓએ પૂછ્યું- એ વળી કોણ છે.

  • મહારાજે કહ્યું - આપણા દેશને અંગ્રેજો લૂંટે છે અને આપણી પર રાજ કરે છે. તેમની સામે મોહનદાસ કરમચંદ ગાંધી નામનો એક માણસ બહારવટે ચડ્યો છે. હું તે ગાંધીટોળીનો બહારવટિયો છું. તમે પણ મારી સામે અંગ્રેજો સામે બહારવટું ખેલો.


પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે નવુ મેચ મેકિંગ કરશે


બસ, આટલી ચર્ચા થઈ અને બહારવટિયાઓ મૌન થઈને ચાલ્યા ગયા. મહારાજે આ વાત ગાંધીજીને કરી અને પછી તો બાપુએ મહારાજને બહારવટિયાઓ વચ્ચે જઈને કામ કરવા કહ્યું. દાદાએ ગુજરાતથી મધ્યપ્રદેશ સુધી નિર્ભય થઈને આ કામ કર્યું. રવિશંકર મહારાજે 1921માં પોતાનું ઘર છોડી દીધું હતું. પોતાના ઘર અને મિલકત પરથી પોતાનો અધિકાર પણ ત્યજી દીધો હતો. તે પછી પોતાની જરૂરિયાતો પણ ઘટાડી નાખી હતી. દાદાની સેવાભાવી પ્રવૃતિઓના કારણે મોટા શેઠિયાઓ પણ અસાધારણ વિશ્વાસ મુકી રાહત કાર્યો માટે છૂટથી પૈસા આપતા. અને મહારાજ પણ જ્યાં સુધી તેમાંથી બચેલી રકમ પાછી ન આપી દેતા ત્યાં સુધી તેમને ચેન ન પડતો.


એક ભાઈએ મહારાજને ખિસ્સા ખર્ચ માટે થોડી રકમ આપવા ઈચ્છા દર્શાવી અને પૈસાનું એક કવર તેમના હાથમાં મુક્યું. મહારાજે તે રકમ પાછી આપતા હસતા વદને પોતાના ધોતિયાનો છેડો બતાવતા કહ્યું, મારા આ ધોતિયાના છેડે કેટલાય દિવસથી એક રૂપિયો બાંધેલો છે અને હજી વપરાયો નથી તો મારે વધારે પૈસા ક્યાં રાખવા? આવા રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. 


તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે કોલ લેટર અંગેના આ અપડેટ


રવિશંકર મહારાજ 'દાદા' અને 'મહારાજ'ના હુલામણા નામે ઓખળાતા. સેવા કરવા માટે સત્તાની જરૂર છે તેવું તેઓ કદીયે માનતા નહોતા. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેમના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરાયુ હતું. મહાગુજરાત આંદોલનમાં ઈન્દુલાલ યાજ્ઞિક, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, કરસનદાસ પરમાર, હરિહર ખંભોળજા, સનત મહેતા, જયંતિ દલાલ અને બીજા ઘણાં ગુજરાતીઓનો સિંહફાળો છે. ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં અને મહાગુજરાત આંદોલનમાં ઘણા હીરલાઓની આહૂતિ છે એને ગુજરાત અને ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલિ શકે.