ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ઐતિહાસીક જીત બાદ પ્રદેશ ભાજપની પહેલી કારોબારી આજે યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળ સુધીનું સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે જીતનો શ્રેય પીએમ મોદી, પીએમ પર જનતાનો ભરોસો અને કાર્યકરોને આપ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે નેતાઓને ટકોર કરી હતી કે હું હોઉં કે ના હોઉં પણ ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ગુજરાત ભાજપ પાસે સૌથી મજબૂત ડેટા બેંક છે. પાટીલે નેતાઓને ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી. ગુજરાતમાં 73 લાખ સક્રિય સભ્યોના કારણે આ ભવ્ય જીત થઈ હોવાનુ જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ પાટીલે આ બેઠકમાં સક્રિય સભ્યોને કાયમ સાચવવા સૂચના આપી હતી. ઐતિહાસીક જીત છત્તાં ઓછા અંતરથી હારેલી 17 બેઠકો હારવાનો પાટીલે અફસોસ વ્યકત કર્યો હતો. જ્યાં આપનું ખાતું ખુલ્યું ત્યાં થોડી મહેનત કરી હોત તો આપનું ખાતું ના ખૂલતું એમ કહીને પણ નિરાશા વ્યક્ત કરી હતી. આમ પાટીલને 182 બેઠકો ન જીતવાનો અફસોસ રહી ગયો છે. પાટીલે પ્રદેશ પ્રમુખ બનવા સમયે જ 182 સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, ભાજપે આ વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. એમને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોદી આ જીતનો શ્રેય પાટીલ અને સંગઠનને આપી રહ્યાં છે તો પાટીલ આ શ્રેય મોદીને આપી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ CMOમાં ‘સાહેબો’ વધ્યા : ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિસ ખાલી


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બાદ હવે બીજેપીનો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી છે. બીજેપી હવે 2023ની ચૂંટણીની કામગીરીઓમાં લાગી ગયું છે, ત્યારે ગુજરાતને ઐતિહાસિક જીત અપાવનાર નવા રણનીતિકાર સીઆર પાટીલનું પ્રમોશન થાય તેવી સંભાવના છે. બીજેપી પાટીલની આવડતનો ઉપયોગ લોકસભાની ચૂંટણી તથા અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરી શકે છે ત્યારે 2023 માં સીઆર પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. પાટીલે ગુજરાતની જીતની પાર્ટી દિલ્હીમાં આપી એ સાબિત કરી દીધું હતુ કે હવે તેમનું કદ વધી રહ્યું છે.


ગુજરાતમાં બીજેપીને મોટી જીત અપાવનારા સીઆર પાટીલનું પ્રમોશન મળે એવી સંભાવના છે. જુલાઈ 2020માં પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળનારા સીઆર પાટીલ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા હતા, તેના બાદ તેઓએ સતત બીજેપીને જીત અપાવી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. પાર્ટીને ઐતિહાસિક જીત મળી. ત્યારે હવે પાટીલને પ્રમોશન મળવાનું લગભગ નક્કી છે. પાર્ટી પાટીલને શું પ્રમોશન આપવા તેના પર વિચારી રહી છે. શુ પાટીલને મોટી જવાબદારી મળશે. તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. તેમને સંગઠનમાં મોટી જવાબદારી આપવાનું લગભગ નક્કી છે. તેમને કેન્દ્રીય ટીમમાં સ્થાન મળી શકે છે. અથવા તો કેન્દ્રમાં મંત્રી બનાવીને તેમને રાજકીય રીતે મહત્વના રાજ્યોનો ભાર સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે, પાટીલ હવે જેપી નડ્ડા સાથે મળીને કામ કરે અને બાદમાં પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળે.


આ પણ વાંચોઃ જેમનાથી શેક્યો પાપડ પણ ના ભાંગે એ કોંગ્રેસીઓ ભાજપ તોડવા નીકળ્યા હતા, હવે ઉઘરાણી આવી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube