ઝી બ્યુરો/અમદાવાદ: હીરાને ઘણીવાર કાલાતીત ખજાનો ગણવામાં આવે છે, પરંતુ આ કિંમતી રત્નોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હાલમાં પડકારોનો સામનો કરી રહ્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હીરા ઉદ્યોગને ભારે મંદીનો સામનો કરવો પડ્યો છે, જેમાં દિવાળીની રજાઓ પછી 2,000 થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જે કુલ પૈકી લગભગ 50% છે. આ વર્ષે વધતી બેરોજગારી વચ્ચે આ સંકેટ 45 રત્ન કારીગરોને આત્મહત્યા કરવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા ઉદ્યોગની મંદી ગુજરાતની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે! મોટાભાગના કારખાનાઓમાં તાળા!


સરકારે રાજ્યસભામાં સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારોમાં ઘટતી માંગ અને રશિયન મૂળના હીરા પરના G7 પ્રતિબંધો સહિત સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે હીરા ક્ષેત્ર છેલ્લા ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યું છે. ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રમેશ જીલરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ડાયમંડ હબ સુરતમાં, દિવાળી પછી 40% ફેક્ટરીઓ બંધ છે. અમદાવાદમાં 30% બંધ, જ્યારે રાજકોટ, અમરેલી અને બોટાદ જેવા શહેરોમાં 50% થી 60% બંધ જોવા મળી છે. તેમણે કહ્યું, એવું અનુમાન છે કે આ વિસ્તારોમાં 2,000 હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થયા નથી અને હજું પણ ઘણા કારખાના બંધ રહી શકે છે.


ગુજરાતમાં ચકચાર મચાવનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યાની ગજબની છે કહાની!


રાજ્યસભામાં એક નિવેદનમાં હીરા ઉદ્યોગ સામેના પડકારો અંગે જિલારિયાના દાવાની પુષ્ટિ કરવામાં આવી છે. 6 ડિસેમ્બર, 2024ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઉપલા ગૃહમાં સ્વીકાર્યું હતું કે, મુખ્ય નિકાસ બજારોમાં માંગના અભાવ અને રશિયન પર G7 પ્રતિબંધો જેવા સપ્લાય બાજુના મુદ્દાઓને કારણે હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી પડકારોનો સામનો કરી રહ્યું છે.


ફરી ખાડીમાં આ તારીખે સર્જાશે વરસાદી સિસ્ટમ! જાણો અંબાલાલની ઠંડી સાથે માવઠાની આગાહી


નિવેદનમાં હીરાની આયાત-નિકાસના આંકડામાં ઘટાડા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ સતત ત્રણ નાણાકીય વર્ષમાં ઘટાડો દર્શાવે છે. નિકાસ 2021-22માં $25.48 બિલિયનથી ઘટીને 2023-24માં $18.37 બિલિયન થઈ હતી, જે લગભગ 28% નો ઘટાડો છે. આયાતમાં પણ ઘટાડો થયો જે 2021-22માં $28.87 બિલિયનથી ઘટીને 2023-24માં $22.99 બિલિયન થઈ, જે 20%નો ઘટાડો દર્શાવે છે. પરિણામે કુલ વેપાર વોલ્યુમ 2021-22માં $54.35 બિલિયનથી ઘટીને 2023-24માં $41.37 બિલિયન થઈ ગયું છે, જે લગભગ 24% નો ઘટાડો છે.


ખેતીમાં દેશી કમાલ! આ ડોક્ટરે અશક્યને શક્ય કરી દેખાડ્યુ! દોઢ લાખે વેચાતી આ કેરી ઉગાડી


ઓક્ટોબર 2020ના નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના જેમ્સ એન્ડ જ્વેલરી સ્ટડી અનુસાર લગભગ 18,036 કંપનીઓ હીરા ઉદ્યોગમાં 819,926 લોકોને રોજગારી આપે છે. ગુજરાત ડાયમંડ એસોસિએશનના અધિકારી ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, વૈશ્વિક મંદી ગુજરાતના હીરા ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે.