ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યભરના સવા લાખથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સનું કામ અટકી ગયું છે. જેના કારણે વાહન ધારકોને ભારે હાલાકી પડી રહી છે. પાકુ લાયસન્સ ન મળવાના કારણે ઈન્સ્યોરન્સ, બેંક સહિતની દસ્તાવેજી પ્રક્રિયાઓ અટકી ગઈ છે. ખુદ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ સ્વીકાર્યું છે કે આ સમસ્યા છે પરંતુ તેનું નિરાકરણ ક્યારે આવશે એ કોઈને ખબર નથી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સહિત રાજ્યભરમાં પાકા લાયસન્સ બનાવવાની કામગીરી અટકી પડી છે. લાયસન્સ માટે વપરાતી ખાસ ચિપ ઉપલબ્ધ ન હોવાથી નવા લાયસન્સ બની રહી રહ્યા નથી. જેના કારણે એકલા અમદાવાદમાં જ 18 હજાર જેટલા લાયસન્સનું કામ થયું નથી. તો રાજ્યભરમાં આ આંકડો સવા લાખ જેવો થવા જાય છે.


ભરતસિંહની પત્નીએ કહ્યું: હું મનાવવા ગઈ હતી, પણ રૂમમાં તો પહેલાથી બીજી બેઠી હતી...જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો?


મે મહિનાની શરૂઆતથી જ લાયસન્સના સ્માર્ટ કાર્ડ ખુટી પડ્યા હતા. જેના કારણે RTOમાં કામગીરી ધીમી થઈ ગઈ હતી. તો કેટલીક RTOમાં તો મે મહિનામાં લાયસન્સ ડિસ્પેચ કરવાના જ બંધ થઈ ગયા છે. RTO લોકોને અપીલ કરી રહ્યું છે કે જ્યાં સુધી લાયસન્સ ન આવે ત્યાં સુધી તેઓ ડિજિટલ લાયસન્સનો ઉપયોગ કરે.


પતિ, પત્ની ઔર વો....!કોંગ્રેસના મોટા નેતા યુવતી સાથે રૂમમાં હતા અને અચાનક પત્નીએ આવીને પકડ્યાં, કથિત વીડિયો વાયરલ


ખુદ રાજ્ય સરકારના મંત્રી સ્વીકારી ચુક્યા છે કે, રાજ્યમાં ચિપનો અભાવ છે. પરંતુ ઝડપથી લોકોને લાયસન્સ મળી જશે તેવા સરકારના પ્રયાસ છે. એક મહિના જેટલા સમયથી લાયસન્સની કામગીરી અટકી જતા અરજદારની મુશ્કેલીમાં વધારો થયો છે. અનેક લોકોના બેંક અને ઈન્સ્યોરન્સના કામ લાયસન્સના અભાવે અટકી ગયા છે. ત્યારે જલ્દી જ લાયસન્સની અટકેલી કામગીરી શરૂ કરામાં આવે તેવી લોકોની માંગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube