ભરતસિંહની પત્નીએ કહ્યું: હું મનાવવા ગઈ હતી, પણ રૂમમાં તો પહેલાથી બીજી બેઠી હતી...જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો?
કોંગ્રેસના દિગગજ નેતા ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વિડિઓ વાઇરલ થયા બાદ વાઇરલ વીડિયો મામલે ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. રેશ્મા પટેલે વાઇરલ વીડિયોની પુષ્ટિ આપી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/આણંદ;ભરતસિંહ સોલકીં ફરી પાછા વિવાદમાં ફસાયા છે. પોતાની પત્ની સાથે જ વિખવાદ બાદ હવે પત્ની રેશમા પટેલે એવો ખેલ પાડી દીધો હતો કે ભરતસિંહને હવે જીદંગી ભર યાદ રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઇલુઇલુની લીલાનો ભાંડો ફોડતા પત્ની બંગલામાં ઘૂસી જતાં રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચ્યો છે. આજે સોશિયલ મીડિયામાં ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રી નેતા ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય તે સમયે તેમની પત્ની પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વીડિયોના દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે. આ કથિત વીડિયો વાયરલ થયા બાદ હવે ભરતસિંહ સોલંકીના પત્નીનો ખુલાસો સામે આવ્યો છે.
કોંગ્રેસના દિગગજ નેતા ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વિડિઓ વાઇરલ થયા બાદ વાઇરલ વીડિયો મામલે ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. રેશ્મા પટેલે વાઇરલ વીડિયોની પુષ્ટિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના ગત મોડી રાત્રે જ બની હતી. આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે આ સમગ્ર ઘટના બની હોવાની વાત રેશ્મા પટેલ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું છેલ્લા ઘણા દિવસોથી ભરતસિંહ પર વોચ રાખી રહી હતી. ત્યારે ગત રોજ પત્ની રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકીનો પીછો કર્યો હતો.
સૌથી પહેલા મેં જોયું કે ભરતસિંહ વિદ્યાનગર રોડ ઉપર આઈસ્ક્રીમ ખાઈ આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં એક અજાણી યુવતી સાથે બંગલામાં રંગરેલિયા માનવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું ત્યાં ભરતસિંહને મનાવવા ગઈ હતી. પરંતુ અહીં મેં ચિત્ર કંઈક અલગ જ જોયું હતું. રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે, હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું...
શું બની હતી સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયામાં કથિત વિડીયોના મતે, ભરતસિંહ સોલંકીના પત્ની ધીમેથી દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશે છે, તે વખતે ભરતસિંહ દોડતા આવે છે અને 'પોલીસને બોલાવો..પોલીસને બોલાવો' કહીને બૂમો પાડીને પત્ની રેશ્મા પટેલને આવતા અટકાવે છે. રેશ્મા પટેલ સાથે તેમની સાથે રહેલા લોકો પણ ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર રહેલી યુવતીના વાળ પકડીને માર મારવાનું શરૂ કરે છે. ભરતસિંહ વચ્ચે પડીને અજાણી યુવતીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેમને હડસેલીને દૂર કરી દે છે. ત્યારબાદની ત્રણ ક્લીપમાં રેશ્મા પટેલ અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો વાયરલ થયા છે. જેમાં રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહી છે.
રેશ્મા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, 'તું મારા ધણીને લઈને બેઠી છે... તને નહીં છોડું..' રેશ્મા પટેલના અચાનક ઘરમાં ઘૂસી જવાથી ભરતસિંહ એટલા ગભરાઈ જાય છે કે તેઓ તેમના ગાર્ડ્સને બૂમો પાડીને પોલીસને બોલાવવા માટે જણાવે છે. પરંતુ ભરતસિંહ સોલંકીના પત્ની યુવતીના વાળ ખેંચીને 'આનો વિડીયો ઉતારો.. તારું મોઢું બતાય' એમ કહેતા રહે છે. જોકે, યુવતી પોતાનો ચહેરો છૂપાવવા માટે પોતાનાથી બનતા તમામ કોશિશ કરે છે. તે વખતે રેશ્મા પટેલ સાથે રહેલો એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે, આ ધંધા સારા નથી.
અન્ય વાયરલ થયેલી એક વીડિયોમાં ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ યુવતીને જણાવે છે કે 'તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.' પરંતુ તે વખતે અજાણી યુવતી ભરતસિંહના પત્નીને આન્ટી કહીને બોલાવે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે