Breaking News: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, Dy CM નીતિન પટેલની જાહેરાત
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદથી નુકસાન થયેલ પાક અંગેની સહાયમાં સરકારે વધારો કર્યો છે. અગાઉ નુકસાન કરાયેલા સર્વે ઉપરાંત અન્ય વિસ્તારના ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવા સરકારે તૈયારી બતાવી છે. અગાઉ સરકાર દ્વારા 700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું.
અમદાવાદ : રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદથી નુકસાન થયેલ પાક અંગેની સહાયમાં સરકારે વધારો કર્યો છે. અગાઉ નુકસાન કરાયેલા સર્વે ઉપરાંત અન્ય વિસ્તારના ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવા સરકારે તૈયારી બતાવી છે. અગાઉ સરકાર દ્વારા 700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે, જે ખેડૂતોને નુકસાન થયું ના હોય એ ખેડૂતોને પણ સહાયમાં આવરી લેવાયા છે. રાજ્યના 5.95 લાખ ખેડૂતો માટે સરકાર દ્વારા 3795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
ભાઈ અજીત પવારે દગો કરવા પર સુપ્રિયા સુલેએ કહ્યું, ‘પાર્ટી અને પરિવાર બંને તૂટ્યા....’
શું કરી જાહેરાત...
13 નવેમ્બરના રોજ પ્રથમ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કે 700 કરોડની સહાય પેકેજ મંજૂર કરી હતી. ત્યારે પણ સરવેની કામગીરી ચાલુ છે. રજૂઆતોનો અભ્યાસ કરીને ખેડૂતોને સહાય કરવા માટે અમે વિચારણા કરવાના હતા. પ્રથમ તબક્કે જ્યાં કમોસમી વરસાદ થયો, અને 1 ઈંચથી વધુ થયો, તેવા 125 તાલુકાના 9416 ગામોમાં અંદાજે 28 લાખ 61 હજાર ખેડૂતોને અમે એસડીઆરએફના ધોરણ મુજબ, એક હેક્ટર દીઠ 6800 રૂપિયા અને વધુમાં 2 હેક્ટરની મર્યાદામાં સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 2481 કરોડની આ 125 તાલુકાના ખેડૂતોને અપાશે. જ્યાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે તેવા 1463 ગામના 4 લાખ 70 હજાર ખેડૂતોને એક હેક્ટર દીઠ 6800 રૂપિયા અને વધુમાં 2 હેક્ટરની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તેમાં 392 કરોડની સહાય આ ખેડૂતોને મળશે. આમ, એક ઈંચથી ઓછો વરસાદ થયો છે તેવા ગામોને પણ અંદાજે 5 લાખ 95 હજાર ખેડૂતોને તેઓને ખાતાદીઠ 4000ની સહાય આપવાનો નિર્ણય ક્રયો છે. તેમાં 238 કરોડની ચૂકવણી કરવામા આવશે.
‘આવતીકાલે સરકાર બનાવશુ’ એમ વિચારીને સૂઈ ગયા, સવારે ઉઠ્યા તો દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા હતા
1 ઈંચથી ઓછો વરસાદ થયો હોય અથવા ન પણ થયો હોય, અથવા કોઈ નુકશાન ન થયું હોય તેવા રાજ્યના 21 જિલ્લાના 81 તાલુકામાં તેઓને સહાય મેળવવા ભલામણ કરવાની રજૂઆત આવી હતી. તેઓને 4000 રૂપિયાની ઉચ્ચક સહાય ખાતા દીઠ આપવી તેવું નક્કી કરાયું છે. તેમાં 18369 ગામના લગભગ 56 લાખ 36 હાજર ખેડૂતોને પણ આ સહાય પેકેજનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube