ઝી મીડિયા/બ્યૂરો :હાલમાં કોરોના ના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં ખાસ કરીને રાજ્યના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ JEE, NEET, Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે. આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની youtube ચેનલ જીએસએચએસઈ બી ગાંધીનગર પર અપલોડ કરાશે. આ કાર્યક્રમો અપલોડ થતા JEE, NEET, ગુજસેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન ઘરે બેઠા જ સરળતાપૂર્વક મેળવી શકશે.


સુરતની લાજપોર જેલમાં કોરોનાની એન્ટ્રી, વાપીમાં એક શખ્સ લોકડાઉનમાં બે વાર મહારાષ્ટ્ર જઈ આવતા ચકચાર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, નીટની પરીક્ષા માટેના ખાસ શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરાવીને તેનું પ્રસારણ હાલમાં વંદે ગુજરાત ચેનલ નંબર 12 પરથી બાયસેગના માધ્યમથી થઈ રહ્યું છે. તે ઉપરાંત ધોરણ 9 થી 12 ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ પણ વંદે ગુજરાત ચેનલ નંબર 9થી થઈ રહ્યું છે.


રાજકોટના ધમણ-1 વેન્ટિલેટર પર ઉઠ્યા સવાલો, કોરોનાના ગંભીર દર્દીઓના મોત થયા હોવાનો તબીબોનો દાવો  


બોર્ડની youtube ચેનલ પર નીટના ખાસ કાર્યક્રમો તેમજ ધોરણ 9 થી 12 ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો પણ અપલોડ કર્યા છે. તેનો પણ રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે. નીટ માટેના ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના લેક્ચરના વીડિયો JEE અને ગુજસેટ જેવી પરીક્ષા માટે પણ ઉપયોગી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર