ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં 23 IPS અને SPS અધિકારીઓ અને 82 Dy SP અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પોલીસ બેડામાં બદલીઓના આદેશ અપાયા છે. મહત્વની વાત એ છે કે સુરત શહેર DCP ઉષા રોડાને સુરત ઝોન-3માં મુકાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં બદલીનો દોર


  • 23 IPS અને 82 DYSP અધિકારીઓની બદલી કરવામાં આવી

  • આર.બી.બ્રહ્મભટ્ટની એડિશનલ DG CID ક્રાઈમ તરીકે બદલી

  • એમ.ડી.જાની કમાન્ડેન્ટ SRPF સાબરકાંઠામાં બદલી

  • આર.ટી. સુસરાની ઝોન-1 સુરત તરીકે બદલી

  • સુધા પાંડેની કમાન્ડેન્ટ SRPF રાજકોટમાં બદલી

  • એસ.વી પરમારની DCP ઝોન-1 રાજકોટમાં બદલી

  • ઉષા રાડાને સુરત શહેર DCP ઝોન-3માં મુકાયા

  • અજીત રાજીયાન DCP સાયબર ક્રાઈમ અમદાવાદ શહેર

  • પ્રવીણ કુમારની આણંદના SP તરીકે બદલી

  • બી.આર. પટેલની DCP ઝોન-6 તરીકે બદલી

  • સાગર બાગમરની DCP ઝોન-4 સુરતમાં બદલી

  • વિશાખા ડાબરેલની કમાન્ડેન્ટ SRPF મહેસાણામાં બદલી

  • શ્રીપાલ શેસમાની કમાન્ડેન્ટ SRPF ગ્રુપ-3 બનાસકાંઠા

  • સફીન હસનને અમદાવાદ ટ્રાફિક DCP બનાવાયા

  • પૂજા યાદવને રાજકોટ ટ્રાફિક DCP બનાવાયા


ગુજરાતમાં IPS અને SPS અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતીના આદેશ અપાયા છે. IPS આર.બી. બ્રહ્મભટ્ટની ADG ગાંધીનગરથી CID (ક્રાઇમ અને રેલવેઝ) ગાંધીનગર તરીકે બદલી  કરાઈ હોય તેમની ખાલી જગ્યાએ IPS બ્રજેશ કુમાર ઝા વધારાનો હોદ્દો સંભાળશે.


જાણો કોને ક્યાં મૂકાયા?





મહત્વનું છે કે, 23 IPS અધિકારીઓના ચાર્જ બદલાયા બાદ વધુ 82 DySp અધિકારીઓની બદલીના આદેશ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. 2017-18 બેચના DySPને ડાયરેક્ટ પોસ્ટિંગ અપાયું છે, જ્યારે સિનિયર IPSની બદલી 2 દિવસમાં થવાની શક્યતા છે.












લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube