ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ભાજપમાં પ્રવેશ પહેલાં ઠેર-ઠેર હાર્દિક પટેલના પોસ્ટર લાગ્યા, ટ્વિટમાં કહ્યું: 'PM મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ' રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ઉલ્લેખનીય છેકે, હાર્દિક પટેલ 2 જી જૂન એટલેકે, આજના દિવસે ભાજપમાં જોડાશે તેવા સમાચાર સૌથી પહેલાં ZEE24ક્લાકને આપ્યાં હતાં. આજે ફરી એકવાર એ દર્શાવેલાં સમાચારો પર ખરાઈની મહોર વાગી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  હાર્દિક પટેલના બદલાતા રંગ! પહેલાં પાટીદારોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો હાર્દિક!


ભાજપમાં પ્રવેશ પહેલાં હાર્દિક પટેલે ઘર પરિવાર સાથે પુજા અર્ચના કરી. પછી મંદિરમાં થઈને દર્શન કર્યા અને સંતો-મહંતોના આર્શીવાદ લીધાં. એટલું નહીં ભાજપનો ભગવો ધારણ કરતા પહેલાં હાર્દિક પટેલે ગૌ શાળાની મુલાકાત લઈને ગાય માતાની પુજા કરી.

આ પણ વાંચોઃ  IPL 2022 Prize Money: IPL ની ફાઈનલ ભલે ગુજરાત જીત્યું પણ આખો ખજાનો લૂંટી ગયો આ ટીમનો ખેલાડી


 


વિદેશ જતા પહેલાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પરેશાનીઓનો પાર નહીં રહે




ગુજરાતની રાજનીતિની પિચ પર બેટિંગ કરવા માટે હાર્દિક પટેલે તરુણાવસ્થાથી જ ફિલ્ડિંગ શરૂ કરી દીધી હતી એવું કહેવું પણ અતિશ્યોક્તિ ભર્યું નહીં હોય. અવારનવાર મીડિયા સાથેની વાતચીત અને નિવેદનોમાં હાર્દિક પટેલ કહેતો આવ્યો છેકે, પોતાની બહેનની ફી ભરવાના પૈસા ન હોવાની વાતથી લાગી આવતા તેણે શિક્ષણ મુદ્દે પાટીદારોને અનામત અપાવવા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

મુદ્દો સારો હતો અને જોત-જોતામાં લાખો પાટીદારો હાર્દિક સાથે જોડાયા અને ગુજરાતની ધરતી પર ખુબ સુખી અને સંપન્ન ગણાતા વર્ગ દ્વારા પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આ જ હાર્દિક વારંવાર પોતાના ભાષણોમાં કહેતો હતોકે, હું ક્યારેય રાજનીતિમાં આવીશ નહીં. સમય બદલાયો, હવા બદલાઈ અને મોકો મળ્યો એટલે હાર્દિકભાઈ પાટીદારો અને સમાજના હિતનું ગાણું ગાઈને કોંગ્રેસના ખોળામાં બેસી ગયાં.

એક સમયે ટ્વીટર પર હું બેરોજગાર એવા હેશ  ટેગ સાથે હાર્દિકે ભાજપ સરકાર સામે રોજગારી મુદ્દે પણ અભિયાન છેડ્યું. જોકે, હાર્દિકને હાથનો સાથ બહુુ ફાવ્યો નહીં. કોંગ્રેસે કાર્યકારી પ્રદેશ પ્રમુખનું પદ આપ્યું પણ હાર્દિકને જામ્યું નહીં. થોડા સમયમાં જ કોંગ્રેસ સાથે હાર્દિકનો મોહભંગ થઈ ગયો અને હવે આ યુવા હદય સમ્રાટ ગણાતા પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાનું નક્કી કરી લીધું. જોકે, આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે તે સૌથી મોટી ચર્ચાનો વિષય છે. શું હાર્દિક પર થયેલાં વિવિધ કેસોથી બચવા આ નિર્ણય લીધો છેકે, પછી હાર્દિકને રાજકારણમાં કારર્કિદી બનાવવાની લાલસા ભાજપમાં પુરી થતી હોય તેવું દેખાય છે એ પ્રશ્ન હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.


 




બને શકે છેકે, હાર્દિક પટેલને ગુજરાત વિધાનસભામાં ચૂંટણી લડાવીને ધારાસભ્ય બનાવી આગળ જતા કોઈ વિભાગમાં મંત્રી પદ આપવામાં આવે. પણ આના માટે હાર્દિકે ભાજપ પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવી પડશે. એટલું જ નહીં આજે પણ હાર્દિક એક યંગ લીડર છે અને તેની સાથે પાટીદારોનું સમર્થન છે તે વસ્તુ ચૂંટણીમાં પુરવાર કરવી પડશે. હાલ તો ભાજપમાં જોડાતા વેત હાર્દિકને કોઈ મોટું પદ સોંપાય તેવી શક્યતા નથી. હાર્દિકે સ્ટાર પ્રચારક તરીકે હવે પાટીદારોને ભાજપ તરફી મત માટે વાળવાનું કામ કરવું પડશે.

ઉલ્લેખનીય છેકે, ભાજપ દ્વારા તાત્કાલિક કોઈને મોટું પદ આપવામાં આવતું નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન તેનું દેખિતું ઉદાહરણ છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે અંદાજે 10 વર્ષ સુધી સંગઠનમાં કામ કરવું પડ્યું ત્યાર બાદ તેમને રાજ્યસભાની ચૂંટણી લડવાની તક અપાઈ હતી. કેન્દ્રની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ અમુક સમય સુધી રાહ જોવડાવ્યાં બાદ જ મંત્રી પદ સોંપાયું હતું.

પ્રધાનમંત્રી મોદીના સિપાહી બનીને અને ભાજપના રામસેતુની ખિલકોલી બનીને હાર્દિક પટેલ કેટલાં સમયમાં પોતાની વફાદારી સાબિત કરી શકે છે અને પોતાની સાથે જનમત છે તેનો પુરાવો આપી શકે છે તેના પર હાર્દિકનું રાજકિય ભાવિ નક્કી થશે. હાલ તો ઢોલ-નગારા અને જાનૈયાઓ સાથે હાર્દિક પટેલ કેસરિયા કરી રહ્યાં છે. મોટો સવાલ એપણ છેકે, હાર્દિક પટેલ આ બધું કોના માટે કરી રહ્યો છે, સમાજ માટે કે પછી પોતાનો સ્વાર્થ સાધવા? શું વર્ષોથી ભાજપમાં રહીને પક્ષ માટે કામગીરી કરતા કાર્યકરો આ પક્ષપલટો કરીને આવનારા હાર્દિકને નેતા તરીકે સ્વીકારશે? આવા અનેક સવાલોનો સામનો આગામી સમયમાં હાર્દિક પટેલનો કરવો પડશે....