Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર પાટીદાર ઉમેદવાર જ મોટાભાગે મેદાનમાં ઉતારવામાં આવે છે. વર્ષ 2012માં અને પાટીદાર અનામત આંદોલન સમયે 2017માં અહીં પાટીદાર ઉમેદવાર હતા. 2017માં તો પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ હતો. જેમાં ભાજપના અરવિંદ પટેલનો વિજય થયો હતો. જો કે, તો પણ આ વખતે ભાજપે નો રીપિટ થિયરી અહીં અપનાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરમતી મત વિસ્તારમાં 258298 મતદાર અને 238 મતદાન મથકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 63.19% મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન 65.91% હતું. આ બેઠક પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સાથે જ OBC અને દલિત મત પણ આ બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.


સાબરમતી બેઠકનો ઈતિહાસ
વર્ષ       વિજેતા ઉમેદવાર      પક્ષ

2017    અરવિંદ પટેલ          ભાજપ
2012    અરવિંદ પટેલ          ભાજપ
2007    ગીતાબેન પટેલ         ભાજપ
2002    ડો. જીતુ પટેલ           ભાજપ
2001    નરહરિ અમીન           કોંગ્રેસ
1998    યતીન ઓઝા           ભાજપ
1995    યતીન ઓઝા           ભાજપ
1990    નરહરિ અમીન           જેડી
1985    ભરત ગઢવી              કોંગ્રેસ
1980    કોકિલાબેન વ્યાસ     કોંગ્રેસ
1975    બાબુભાઈ પટેલ        એનસીઓ
1962    સમાભાઈ પટેલ         એસડબલ્યુએ


વર્ષ 2012માં શું થયું હતું?
વર્ષ 2012માં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર હતી. જેમાં ભાજપ તરફથી અરવિંદ પટેલ તો કોંગ્રેસ તરફથી ભરત પટેલ મેદાનમાં હતા. જેમાં અરવિંદ પટેલે 67 હજાર કરતા વધુ મતથી જીત મેળવી હતી. 


વર્ષ 2017માં શું થયું હતું?
વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર ચૂંટણી પર જોવા મળી હતી. આ બેઠક પરથી પાટીદાર ઉમેદવારો સામે હતા. ભાજપના અરવિંદ પટેલ અને કોંગ્રેસના ડૉ. જીતુભાઈ પટેલ વચ્ચે ટક્કર હતી. જેમાં ફરી અરવિંદ પટેલોનો 68 હજાર 800થી વધુ મતથી વિજય થયો હતો.


વર્ષ 2022માં શું થશે?
વર્ષ 2022માં ભાજપ અને કોંગ્રેસ બંનેએ સાબરમતી વિધાનસભા બેઠક માટે નો રીપિટ થિયરી અપનાવી છે. ભાજપે ડૉક્ટક હર્ષદ પટેલ તો કોંગ્રેસે દિનેશ મહિડાને મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીના જશવંત ઠાકોર પણ મેદાનમાં છે.